Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

ચૂંટણી જંગ : જસદણમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 58% મતદાન….

Jasdan-ByPoll-Election-Sa

જસદણની પેટા ચૂંટણીમાં આજે 2.32 લાખ મતદારો કોંગ્રેસ- ભાજપ સહિત આઠ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે છે. બાવળીયા હારે તો તેમની આખી રાજકીય કારકિર્દી ઉપર પાણી ફરી વળશે. જ્યારે અવસર નાકીયા માટે આ ચૂંટણી એક અવસર બની છે. બાવળીયા માટે હાર સર્વસ્વ ગુમાવવા જેવી તો નાકીયા માટે જીત જાયન્ટ કિલર જેવી બની રહેશે. આ પ્રતિષ્ઠાભર્યા અને ખરાખરીના જંગમાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. જસદણથી મતદાનનું પળેપળનું અપડેટ

-ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું

– ભાજપનાં પૂર્વ સાંસદ શંકર વેગડ કાર્યકર્તાઓ સાથે વાત કરવા લાખાવાડ ગામે પહોંચતા હોબાળો

– ચૂંટણી પંચનાં નિયમ પ્રમાણે કોઇપણ પક્ષનાં નેતા મત વિસ્તારમાં જઇ શકતા નથી. તો પણ ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ મત વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે દેખાઇ રહ્યાં છે

– વીંછીયાના દડલીમાં બોગસ મતદાનની આશંકા
– ભૂપત ધોરિયાના નામે અન્ય વ્યક્તિએ કર્યું મતદાન, મતદાન કરવા જતા સમયે ભૂપત ધોરિયાને થઈ જાણ
– ચૂંટણી અધિકારીએ જણાવ્યું- ‘તમારું મતદાન થઈ ગયું છે’, ભૂપત ધોરિયાના નામે કોણ કરી ગયું મતદાન?
– ભાજપ બાદ કૉંગ્રેસને મત આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
– સાંથણી પાસેથી કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની અટકાયત
– જસદણમાં કોંગ્રેસે પોલીસ વડાને કરી ટેલિફોનિક ફરિયાદ
– દળવા સહિતના ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ મતદારોને દબાણપૂર્વક કરાવતા હોવાનો આરોપ
– કૉંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પોલીસ દ્વારા કરાઇ અટકાયત
– ચૂંટણી પ્રક્રિયા દરમિયાન BJP જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાં પોલારપર ગામના EVM નો એક ફોટો વાઈરલ થયો છે
– સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું
– વીરનગરના સરદાર ચોકમાંથી ખેડૂતો એ રેલી કાઢી
– ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ, ખેડૂતો લસણ ને ડુંગળીના હાર પહેરીને કરશે મતદાન
– ખેડૂતોએ ગળામાં લસણને ડુંગળી પહેરીને કર્યું મતદાન
– ખેડૂતો દ્વારા ભાજપ હાય-હાય ના સૂત્રોચાર કર્યા
– સવારે 10 વાગ્યા સુધીમાં કડકડતી ઠંડીમાં સરેરાશ 13% મતદાન

– ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે, આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

– કુવરજીભાઇના પુત્ર મનિષ બાવળિયાએ મતદાન કર્યું

– કુંવરજી બાવળિયાએ મતદાન કરીને જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે

– આસલપુરમાં છકડો લઇ અવસર નાકિયા મતદાન કરવા પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું

– મતદાન શરૂ થાય તે પહેલાં જ કડકડતી ઠંડીમાં લોકો લાંબી-લાંબી લાઇનોમાં રહ્યા ઉભા

– જસદણ બેઠક પર દિવ્યાંગ મતદારો માટે ખાસ બૂથ અને મહિલા મતદારો માટે મોડલ મતદાન મથક પણ આ ચૂંટણીમાં ઊભા કરાયા છે.

– કુલ મતદારોમાં 1,22,180 પુરૂષ, 109936 સ્ત્રી મતદાર

Related posts

જિલ્લામાં નંદઘર માત્ર કાગળ પરઃ કોંગ્રેસ, પોષણયુક્ત આહાર માટે વિપક્ષની માંગ

Nawanagar Time

ઓટો પાર્ટ્સ ઉદ્યોગમાં મંદીનો માહોલ, 10,000 લોકો કામવિહોણા

Nawanagar Time

જામજોધપુરમાં બે, જોડિયામાં સવાઈંચ વરસાદ, આજી-3નો દરવાજો ખોલાયો

Nawanagar Time

Leave a Comment