Nawanagar Time
ગુજરાત જામનગર

વાહ ભૈ વાહ.. શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં સ્વચ્છતામાં 80મો ક્રમ

wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene

સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનું રેટિંગ સુધરતા કોર્પોરેશનના અધિકારી-પદાધિકારી ભાવવિભોર

જામનગર:-શહેરમાં ઠેક-ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં તાજેતરમાં હાથ ધરાયેલાં સ્વચ્છતા સર્વેક્ષણ બાદ સમગ્ર દેશમાં 127માં ક્રમે રહેલું જામનગર આ વર્ષે 80માં ક્રમે આવતા મહાપાલિકાનું તંત્ર ભાવવિભોર  ગયું છે. સ્વચ્છતા મુદ્દે છેલ્લા એક વર્ષમાં થયેલા કામો અને ક્રાંતિકારી પગલાઓના કારણે આ સંભવ બનવા પામ્યુ છે. હવે આનાથી વધુ આગળ વધવા મહાપાલિકાએ સંકલ્પ કર્યો છે.

વર્ષ 2014માં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ થયું ત્યારે જામનગર કયાંય પણ ચિત્રમાં ન હતું પરંતુ ત્યાર બાદ 500 શહેરો અને સમગ્ર દેશમાં આ  લાગુ થતા જામનગરે હરણફાળ ભરી હતી અને ગત વર્ષ 127માં ક્રમે રહેલું જામનગર શહેર આજે જાહેર થયેલા આંકડાઓમાં 80માં ક્રમે પહોચી ગયું છે આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, જામનગરે ભાવનગર, જુનાગઢ જેવા શહેરોને પણ સ્વચ્છતા મુદ્દે પાછળ રાખી દીધા છે.

જામનગર મહાનગર પાલિકાના છેલ્લા એક વર્ષના અથાગ પરીશ્રમના  શકય બન્યું છે. એક વર્ષમાં શહેરમાં સફાઇનું ધોરણ સુધરતા, કચરાને પ્રોસેસ કરતા વગેરે કામગીરીના કારણે તેના અંકો વધ્યા હતાં. મહાપાલિકાના સતાધીશો હવે શહેરને વધે સ્વચ્છ અને આગળનો વધુ ક્રમે મેળવવાની નેમ વ્યકત કરી છે. દેશમાં સ્વચ્છતા મુદ્દે 127માં ક્રમેથી 80માં ક્રમે ઝંપ મારેલા જામનગર મહાપાલિકાથી ખુશ થયેલા કમિશનરે જણાવ્યું  કે, બહુ જ સારી કામગીરી થઇ છે. આ કામગીરી આવતા વર્ષે પણ ખુબ સારી રીતે આગળ વધશે અને જામનગર શહેરને 1 થી 50ના ક્રમમાં આગળ લઇ જવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene
wah-bhi-wah-despite-the-dirt-kingdom-in-the-city-80th-rank-in-hygiene

Related posts

જામનગરમાં પરવાનગી સાથે સુરતથી ત્રણ હજાર ધંધાર્થીઓ ઘૂસી ગયાં

Nawanagar Time

નિવૃત્ત પોલીસ ઈન્સપેક્ટરના પુત્ર સંચાલિત કૂટણખાના પર પોલીસની રેડ

Nawanagar Time

તહેવારના દિવસોમાં બાહરનું ખાવામાં ધ્યાન રાખજો, કમિશનરે આપી એડવાઈઝરી

Nawanagar Time

Leave a Comment