Nawanagar Time
ગુજરાત જામનગર

વોર્ડ નં. 12માં ભૂગર્ભના કામમાં લોટ, પાણીને લાકડાં !

ward-no-12-in-the-works-of-underground-work-wood-to-the-water

સત્તાધારી પક્ષના નગરસેવિકાએ ભ્રષ્ટાચાર થતો હોવાનો કર્યો આક્ષેપ: જામ્યુકોના કમિશ્નરને કરી રજુઆત

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.12માં હાલમાં ચાલ રહેલા ભૂગર્ભ ગટરના કામમાં ગેરરીતી થતી હોવાના આક્ષેપ સાથે જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરને વોર્ડ નં.7ના  મિતલબેન ફળદુ દ્વારા આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1રમાં ચાલતાં ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ખુદ સત્તાધારી પક્ષના જ વોર્ડ નં.7ના નગરસેવિકા મિતલબેન એમ. ફળદુએ કર્યા છે. જામ્યુકોના કમિશ્નરને કરેલી રજૂઆતમાં નગરસેવિકાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.12માં તાજેતરમાં મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી  રૂા.30 કરોડ જેટલી રકમ ભૂગર્ભ ગટર યોજના માટે ફાળવવામાં આવી છે.

હાલમાં આ યોજનાના ભાગરૂપે વોર્ડ નં.12 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. આ ભૂગર્ભ ગટરના કામમાં લોટ, પાણીને લાકડાં જેવું કામ થઇ રહ્યું છે તેવા લોકો તરફથી અનેક વખત લેખિત તથા મૌખિક આરોપો લાગ્યા

વોર્ડ નં.12માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા પણ નગરસેવિકા દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ અંગે લગત એજન્સી અને તેમના કોન્ટ્રાકટરો સાથે રોજકામ કરાવી ઘટતું કરવા જામ્યુકોના કમિશ્નરને વોર્ડ નં.7ના નગરસેવિકાએ રજૂઆત કરી છે.

નોંધનીય છે કે શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં ગેરરિતી થતી હોવાના અગાઉ  આક્ષેપો થયા છે તેમજ ભૂર્ગભ ગટરની કુંડીઓ, ઢાંકણા તૂટી જતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. તેમજ ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠવા પામી હતી. તેવામાં હવે વોર્ડ 12માં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં ગેરરિતી થતી હોવાનો ખુદ સતાધારી પક્ષના જ નગરસેવિકાએ આક્ષેપો કરતા વધુ એક વખત ભૂગર્ભ  કામ ચર્ચાના ચકડોળે ચડયા છે.

Related posts

કિશાન કોંગ્રેસે ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ કરી!

Nawanagar Time

ડિજિટલ ગુજરાત- રાજ્યની કોઈ પણ RTOઑફિસમાં થઈ શકશે આ સરળ કામ

Nawanagar Time

સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ

Nawanagar Time

Leave a Comment