Nawanagar Time
નેશનલ

ચેતજો, વોટીંગ કર્યા બાદ 100 મીટરમાં સેલ્ફી લીધી તો ખેર નથી

warning-after-voting-it-is-not-possible-to-take-selfie-in-100-meters

2014માં મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી પણ સેલ્ફીના કારણે મુશ્કેલીમાં મૂકાયા‘તા

નવી દિલ્હી:-શહેરો નહીં પણ હવે તો ગામડાઓને  પણ સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. હવે તો  પર્યટન સ્થળની મુલાકાત તો છોડો પણ યુવાનો પ્રતિબંધિત જગ્યાની મુલાકાત લે તો પણ સેલ્ફી પાડી ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા ખચકાતા નથી પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જો ચૂંટણી વખતે આચરણ સંહિતા (આચારસંહિતા) ન જાળવી તો નુકસાન થઇ શકે છે.

મતદાતા કે ઉમેદવાર કોઇપણ મતદાનમથકની અંદર ફોટોગ્રાફી કરી  નથી. જો મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં સેલ્ફી પણ લીધી તો તમારી સામે સક્ષમ અધિકારી આચારસંહિતા ભંગની  પોલીસ ફરિયાદ કરી શકે છે.

અગામી લોકસભા 2019ની ચૂંટણી યોજાવાની છે. દેશમાં એક સાથે 543 લોકસભાની બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર ચૂંટણી થશે. એક લોકસભા બેઠકદીઠ  મતદારોએ એક મતદાન મથક ઊભં કરાશે. નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદારોને ઘરે ઘરે મતદાન મથકના સરનામાવાળી કાપલીઓ પહોંચાડવામાં આવશે. જે મતદારના ફોટાવાળી હશે. જેને દર્શાવી મતદારો મતદાન કરી શકશે પણ મતદારો મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહીં. ખાસ કરીને મતદાન મથક કક્ષમાં જ્યાં ઇવીએમ  આવ્યા હોય ત્યાં મોબાઇલ લઈ જવા ઉપર તથા ત્યાં ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે. જેથી મતદાન મથકો ઉપર ફોટો પાડવો ગુનો બને છે. આ પ્રકારની ઘટનામાં સક્ષમ અધિકારી ગેરકાયદે ફોટોગ્રાફી કરનારા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. આ પ્રકારના વિવાદો સામે આવી ચૂક્યા છે જેથી  પંચ આચારસંહિતાના અમલના મુદ્દે કડક વલણ અપનાવે છે.

ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, મતદાન મથકમાં સેલ્ફી પાડવા ઉપર કે મતદાન વખતે વોટ કોને આપ્યો તેનો ફોટો પાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જેથી આ પ્રકારના ફોટોગ્રાફ વાઇરલ કરનાર સામે પણ કાર્યવાહી થાય છે. અહીં ઉલ્લેખનીય  કે, લોકસભા 2014ની ચૂંટણી વખતે હાલના વડા પ્રધાન અને તે વખતે ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ સેલ્ફી વિવાદમાં સપડાયા હતા. રાણીપ ખાતેના મતદાન મથકમમાં મતદાન કર્યા બાદ કમળના સિમ્બોલ સાથે નરેન્દ્ર મોદીએ સેલ્ફી પાડી હતી તે વખતે ચૂંટણી પંચે આચારસંહિતાના ભંગની મોદી સામે ફરિયાદ કરી હતી પણ  તેમને ક્લીનચિટ મળી હતી.

Related posts

જાણીતા નિર્દેશકે સોનાક્ષીની ફોટો શેર કરતા થઇ બબાલ!

Nawanagar Time

પાકિસ્તાનને નહીં મળે હવે પાણી, સિંઘુ નદીનું પાણી ડાઈવર્ટ કરવા પગલાં શરુ

Nawanagar Time

આલે.. લે… : મોબાઇલ નંબર, બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવા વળી પાછો નવો નિયમ..

Nawanagar Time

Leave a Comment