Nawanagar Time
નેશનલ

ચેતજો, ભારતીય સેનાની જાણકારી મેળવવા ફેક કોલ્સનો ‘નાપાક’ ખેલ

warning-napak-of-fake-calls-to-know-indian-army

નવીદિલ્હી:-પુલવામા અટેકના જવાબમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ સરહદ પર વધી રહેલા તણાવ અને યુદ્ધના સંભવિત સંકટ વચ્ચે પાકિસ્તાને ‘બે નંબરના પૈંતરા’નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય  પાસે ભારતીય સેનાની પ્રવૃત્તિઓની જાણકારી માટે નકલી કોલ કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનને ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલા પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને પંચાયત ઓફિસોમાં ફેક કોલ કરીને સરહદ પર સેના તથા બીએસએફની પ્રવૃત્તિઓ જાણવાનું કામ કરી દીધું છે. પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવએ સરહદ નજીક બીકાનેર જિલ્લાના બે પોલીસ સ્ટેશનમાં  કર્યો. પોતાને સીનિયર અધિકારી બતાવી કરાયેલા ફેક કોલ દ્વારા પાકિસ્તાને ભારતીય સેના સાથે એક્ટિવિટી જાણવા ‘નાપાક’ હરકત શરૂ કરી દીધી છે. જોકે બિકાનેર પોલીસે મામલાની ગંભીરતાને જોતા સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. બીકાનેર રેન્જના આઈજી બી.એલ મીણાએ કહ્યું કે, આ સાચું છે કે બીકાનેરના બે પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાન  ફેક કોલ કરાયા હા. અમારો સ્ટાફ સંપૂર્ણ રીતે એલર્ટ છે અને આવા ફોન કોલ્સ પર કોઈ રિસ્પોન્સ અપાયો નથી. જે નંબરો પરથી કોલ આવ્યો તેમને સર્વેલન્સ માટે મોકલી દેવાયા છે.

Related posts

રિલાયન્સના નીતા અંબાણીનો વિશ્ર્વના ટોચના દાનેશ્ર્વરીઓની યાદીમાં સમાવેશ

Nawanagar Time

ઈરાનથી તેલ ખરીદવા પર અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત મોટા તેલ ઉત્પાદક દેશો પાસેથી કરશે ભરપાઈઃ ધર્મેન્દ્ર પ્રધાન

Nawanagar Time

ઉત્તર પ્રદેશના સોનભદ્રની પહાડીઓમાં ધરબાયેલું સોનું કાઢવા સર્વેક્ષણ શરૂ

Nawanagar Time

Leave a Comment