Nawanagar Time
ગુજરાત જામનગર

ચેતજો, હમણા હાડકાં ભાંગતા નહીં !

warning-the-bones-do-not-break

જી. જી. હોસ્પિટલમાં ઓપરેશન થીયેટરમાં ટેબલ ખરાબ થતાં દર્દીઓની હાલત કફોડી: પ્રશ્ર્ન ઉઠાવતાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ

જામનગર:-જામનગર જી.જી. હોસ્પિટલમા એક સાંધિયે તો તેર તૂટે તેવી પરિસ્થિતિ છે,એવામાં છેલ્લા દસેક દિવસ જેટલા સમયથી હાડકાના ઓપરેશન થીયેટરનું ઓટી ટેબલ ખરાબ થઇ જતા ઓપરેશનો અટકી પડ્યા હોવાનો ઘટસ્ફોટ ધારાસભ્ય વિક્રમ માડમે કર્યો છે. આ સંજોગોમાં હવે જામનગરના લોકોએ થોડા દિવસ ચેતી સંભાળીને રહેવું જોશે કારણ કે જો હાડકાં ભાંગશે તો જીજી હોસ્પિટલમાં ઓપરેશન નહીં થાય.  ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યું છે કે જી.જી.હોસ્પિટલમાં હાડકાના ઓપરેશન થીયેટરમાં અલગ-અલગ પ્રકારના ઓપરેશનો કરવા માટે અત્યાધુનિક ઓટીટેબલ હમણાં સુધી કાર્યરત હતું, પણ દસેક દિવસથી આ ટેબલ ખરાબ થઇ જતા હાડકાના ઓપરેશનો બંધ થઇ ચુક્યા છે, અને 40 જેટલા દર્દીઓના ઓપરેશનો અટકી ચુક્યા છે,

વિક્રમ માડમે આ મામલે ગુજરાત સરકાર પર નિશાન સાધતા એવું પણ કહ્યું છે કે સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના તાઈફાઓમા મબલખ ખર્ચાઓ કરે છે,પણ પ્રજાને પીડામાંથી મુક્ત કરવા માટે સરકાર પાસે સમય કે પૈસા નથી તેવો સવાલ પણ માડમે ઉઠાવ્યો છે,  વધુમાં વિક્રમ માડમે શહેરની તમામ સેવાકીય સંસ્થાઓ હોસ્પિટલમા હાડકા વિભાગમાં દર્દીઓની પીડા જોઈ અન દર્દીઓના પ્રશ્ર્નને વાચા આપવાના પ્રયાસ કરે તેવી અપીલ સાથે હાડકાનું ઓટીટેબલ તાત્કાલિક કાર્યરત થાય તેવી માંગ પણ કરી છે.

Related posts

બાઈકની જીજે-10-ડીજી સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરના ઈ-ઓક્સન

Nawanagar Time

આદર્શ સ્મશાનમાં 1.11 લાખનું દાન આપતું કાંતાબેન હરિલાલ શામજી ફલિયા ટ્રસ્ટ

Nawanagar Time

ભાણવડમાં પાલિકાની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ

Nawanagar Time

Leave a Comment