Nawanagar Time
ગુજરાત જામનગર

ઈજનેરીના વળતા પાણી, મેડિકલનો આવ્યો જમાનો

water-against-engineering-medical-time

આ વખતે એ ગ્રૂપમાં 13 હજાર વિદ્યાર્થીઓ વધ્યા: બી ગ્રૂપમાં નોંધપાત્ર ઘટાડો

જામનગર:-ધો.12 સાયન્સ બાદ મેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે ગુજરાતમાં સતત ધસારો જોવા મળી રહયો છે.ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા 7મી માર્ચથી શરૃ થઈ રહી છે ત્યારે આ વર્ષે ધો.12 સાયન્સમાં બી-ગુ્રપના 89760 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બી ગુ્રપમાં 12872 વિદ્યાર્થી વધ્યા છે.જ્યારે બીજી બાજુ ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં જવા માંગતા એ-ગુ્રપના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

એમબીબીએસ સહિતના મેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાક વર્ષોથી ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.મેડિકલમાં પ્રવેશ માટે મોટા ભાગે વાલીઓની ઈચ્છા વધારે હોય છે અને હવે વાલીઓ ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સીસને બદલે મેડિકલ કોર્સીસ તરફ વધુ વળ્યા છે.જેને પગલે ધો.11-12 સાયન્સમાં એ-ગુ્રપને બદલે બી-ગુ્રપ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સીસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ એ-ગુ્રપ એટલે કે ફિઝિક્સ ,કેમેસ્ટ્રી અને મેથ્સ સહિતના ત્રણ વિષયો પસંદ કરે છે જ્યારે ધો.12 સાયન્સ પછી મેડિકલ-પેરામેડિકલ કોર્સીસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ બી-ગુ્રપ એટલે કે ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજી સહિતના ત્રણ વિષયો પસંદ કરે છે. એ અને બી ગુ્રપ ઉપરાંત એબી ગુ્રપમાં ચારેય વિષયોનો સમાવેશ થાય છે.ઘણા વિદ્યાર્થીઓ એબી ગુ્રપ પણ પસંદ કરે છે અને ચારેય વિષયોની પરીક્ષા આપે છે. આ વર્ષે માર્ચ 2019ની ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા માટે નોધાયેલા ધો.12 સાયન્સના કુલ 147302 વિદ્યાર્થીમાં એ ગુ્રપના 57511 વિદ્યાર્થીઓ છે અને બી ગુ્રપના 89760 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે માર્ચ 2018માં એ ગુ્રપના 57764 વિદ્યાર્થી હતા અને બી ગુ્રપમાં 76888 વિદ્યાર્થી હતા.એબી ગુ્રપના ગત વર્ષે 19 વિદ્યાર્થી હતા જે આ વર્ષે વધીને 31 થયા છે. ઈજનેરીની હજારો બેઠકો ખાલી પડશે. એક બાજુ રાજ્યમાં ઈજનેરી કોલેજો વધી રહી છે અને ઈજનેરીની હજારો બેઠકો છે ત્યારે બીજી બાજુ ઈજનેરીમાં જવા માંગતા એ ગુ્રપના વિદ્યાર્થીઓ સતત ઘટી રહ્યા છે જેથી ઈજનેરીમાં હજારો બેઠકો ખાલી પડે છે.તો મેડિકલ કોલેજની પરિસ્થિતિ આનાથી સાવ જ ઉલટી છે.રાજ્યમાં મેડિકલ કોલેજો ઓછી છે અને મેડિકલની બેઠકો પણ ઘણી ઓછી છે ત્યારે બીજી બાજુ મેડિકલમાં જવા માંગતા વિદ્યાર્થીઓનો ધસારો દર વર્ષે વધી રહ્યો છે.મેડિકલ-પેરામેડિકલની 30થી35 હજાર જેટલી બેઠકો છે અને જેની સામે બી ગુ્રપના વિદ્યાર્થીઓ વધી રહ્યા છે,તેમાં પણ આવર્ષે તો 13 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધતા મેડિકલ-પેરામેડિકલમાં ભારે ધસારો થશે.મોટા ભાગે બી ગુ્રપના વિદ્યાર્થીઓ મેડિકલ-એમબીબીએસમાં જવા માંગતા હોય છે પરંતુ રાજ્યમાં મેડિકલની 3800 જેટલી જ બેઠક છે.

Related posts

શેઠની શિખામણ ઝાંપા સુધી..!માનવ અધિકાર અંગેના કેસના ઝડપી નિકાલ કરો: કલેકટર

Nawanagar Time

મગફળીની આવકથી ભરાવો થતાં હાપા યાર્ડ બે દિવસ ખરીદી નહીં કરે

Nawanagar Time

પૂનમબેન માડમને ઠેર-ઠેરથી પ્રચંડ જનસમર્થન

Nawanagar Time

Leave a Comment