Nawanagar Time
ગુજરાત જામનગર

ખેતીને ઉન્નત બનાવવા નવી ટેકનોલોજી સાથે વોટર બેંક પદ્ધતિથી સિંચાઇ જરૂરી..

water-bank-system-needs-irrigation-to-enhance-farming

જામનગર:-જામનગરના નાઘેડી સીમ વિસ્તારમાં ત્રીસ વીઘા જમીનમાં ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત હરિભાઇ ભાનુશાળી (મો. 93770 70704 હવે 91 વર્ષની ઉમરે ખેતીમાંથી નિવૃત થાય છે અને સારી તંદુરસ્તીવાળું જીવન જીવે છે પરંતુ  ભુતકાળમાં ખેતીક્ષેત્રે સંઘર્ષ અને  જુદા પ્રયોગો કરીને ઉત્તમ પરીણામો મેળવ્યા બાદ અનેક સન્માનપત્રો, પારીતોષિકો અને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ હરીભાઇ શામજીભાઇ ભાનુશાળીએ આજથી 45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ખેતીને સિંચાઇ આધારીત કઇ રીતે કરી શકાય તેના સુચનો મઘ્યસ્થ સિંચાઇ કમીશન સમક્ષ કર્યા હતાં. ખેતીને ઉગારવા માટે મહત્વના બે સુચનો એટલે ભારતની નદીઓનું એકીકરણ  વોટરગ્રીડ યોજના અને બીજું વોટર બેંક.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી ચોમાસા સારા અને સામાન્ય રહે છે પરીણામે ખેડુત ભાઇઓને ખેતીમાં સારુ વળતર દેખાયું છે પરંતુ ચાલુ સાલે એકાએક વરસાદની અછતે ખેડુતોને ઝાટકો આપીને યાદ દેવડાવ્યું છે કે સૌરાષ્ટ્રની આબોહવા અને પર્યાવરણ જ એ પ્રકારનું છે  પાંચ વર્ષમાં એક વર્ષ સારુ હોય છે. બે વર્ષ સાધારણ હોય છે. અને બે વર્ષ અછતના હોય છે આવો એક અંદાજ છે.

સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતી આપણા સમગ્ર દેશની માફક મોટે ભાગે સુકી ખેતી વિસ્તાર હેઠળ થઇ રહી છે. એટલે ચોમાસું વરસાદ આધારીત જ ખેતી છે અને કુદરત પર સંપૂર્ણ  રાખવો પડે છે સિંચાઇની સુવિધાઓ નહીવત હોવાથી સારા ચોમાસે પણ મોટા ભાગના ખેડુતો વર્ષમાં ફકત એક જ ખરીફ પાક લઇ શકે છે. અનિયમીત વરસાદ હોય ત્યારે ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે અને વરસાદના અભાવે તો આખું વરસ નિષ્ફળ જાય છે. આમ સૌરાષ્ટ્રની આ પરીસ્થિતી સુધરતા અગાઉના 1973-74, 1986-87 અને  સાલના કપરા આપણે સંજોગો ભુલી ગયા છીએ.

સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતી માટે કાયમ વરસાદ પર જ આધાર રાખવો પરવડે નહીં આ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ સિંચાઇ અને ટપક પઘ્ધતીથી સિંચાઇ છે માત્ર કુવા, નહેર, તળાવથી સિંચાઇ કરવાને બદલે એ ઉપરાંત ટપક પઘ્ધતિથી અને ફુવારા પિયત પઘ્ધતિથી સિંચાઇ થવી જરૂરી છે પરંતુ  ખેતી વિસ્તાર સિંચાઇ હેઠળ કઇ રીતે આવરી શકાય? 45 વર્ષ પહેલા એટલે કે તા.16-7-1971ના રોજ રાજકોટ ખાતે મઘ્યસ્થ સિંચાઇ કમિશને પ્રથમવાર મુલાકાત લીધી ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના સિંચાઇને લગતા પ્રશ્ર્નો બાબતે હરીભાઇ ભાનુશાળીએ કમીશન સમક્ષ પોતાની રજુઆત કરી હતી અને જરૂરી સુચનો કર્યા હતાં ત્યારે અને આજે વચ્ચેના થોડા વર્ષો  કરતા ખેતી મહદ અંશે કુદરત પર જ આધારીત રહી છે જો કે હરીભાઇના સુચનો સ્વીકૃત પણ થયા છે ત્યારે હરીભાઇ ભાનુશાળીએ જણાવ્યું હતું કે રાજયો રાજયો વચ્ચે ચાલતા પાણીના ઝગડાનો રાષ્ટ્રીય ધોરણે ઉકેલ લાવવો જોઇએ. કારણ કે આ ઝગડામાં મોટાભાગની કાયમી પાણી વેહવડાવી નદીઓના પાણી દરીયામાં ઠલવાય છે અને  મોરચા પર લોહી વહેવડાવતા જવાનની માફક અન્ન મોરચાની જવાબદારી સંભાળનાર ખેડુત મોં વકાસીને માત્ર જોતા રહેવું પડે છે. આ નદીઓને સાંકળી લેવામાં આવે અને તેનું પાણી અછતગ્રસ્ત વિસ્તારની સુકી નદીઓમાં વહેતું કરાય, મોટા બંધ બાંધવામાં આવે તો સૌરાષ્ટ્ર કે અન્ય અછતવાળા પ્રદેશોને કૃષિક્ષેત્રે સમૃઘ્ધ કરી શકાય.

ચાલુ સાલે આપણે  છીએ.કે કેરલ જેવા રાજયોમાં અતિવૃષ્ટિને કારણે પુર, ખેતી પાકોને નુકશાન, ખુવારી, જાનહાની થઇ છે અને વિશાળ જળરાશી સમુદ્રમાં ધકેલાઇ ગયો છે. ત્યારે એ દ્રશ્યો આપણા ખેડુતો ટીવી સામે ચાર આંખો કરીને જોતા જ રહી જાય છે. કે આ પાણીનું 1 ટકો પાણી પણ અમારી ખેતીને મળે તો અમારો પાક  જાય અને વરસ સફળ થાય.

હરિભાઇ ભાનુશાળીને સૌરાષ્ટ્રના અછતના સમયમાં આનંદ એ વાતનો છે કે આજથી 45 વર્ષ પહેલા પોતે કરેલા સુચનોનો પડઘો છેક ફેબ્રુઆરી 2012માં સુપ્રીમ કોર્ટે સમયબઘ્ધ રીતે નદીઓને જોડવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અમલ કરવાનો કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો. તેના આયોજન અને અમલીકરણ માટે એક ઉચ્ચસ્તરીય સમીતીની  કરી હતી. આનાથી સમગ્ર દેશને ફાયદો થશે તેવું તારણ પણ સુપ્રીમ કોર્ટે કાઢયું છે.

આમ હવે આ મહત્વના પ્રોજેકટનું ભાવિ ઉજળું દેખાય છે. આ પ્રોજેકટને આગળ વધારવા માટે 15 વર્ષ પહેલા દુષ્કાળને અનુલક્ષીને સરકારે ટાસ્કફોર્સ નીમ્યું હતું અને વર્ષ 2016 સુધીમાં આ યોજના પૂર્ણ થવાની હતી પરંતુ સંજોગવસાત પ્રોજેકટના  વિલંબ થયો છે.

Related posts

ખંભાળિયાના જલારામ મંદિરે બાપાના જીવન કવનની અદ્દભૂત રંગોળી

Nawanagar Time

ઘાંચીની ખડકી વિસ્તારમાં પુરના પાણીએ તારાજી સર્જી

Nawanagar Time

સિક્કામાં એક સાથે છ મકાનો ધરાશાયી

Nawanagar Time

Leave a Comment