Nawanagar Time
ગુજરાત જામનગર

ભાણવડ નગરપાલિકા દ્વારા પાણીનો વેડફાટ

water-dispute-by-bhanvad-municipality

આગ લાગ્યા વગર જ રસ્તા પર ટેન્કર મારફતે પાણીનો છંટકાવ!

જામનગર:-ભાણવડ નગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાના ભવન સામે જ નગર પાલિકાના ટેન્કર મારફતે રસ્તા પર બેફામ પાણી ઢોળવામાં આવ્યું છે. આ પાણી છાંટવા પાછળ કોઇ કારણ જાણવા મળતુ નથી. માત્ર નજીકમાં આવેલા પેટ્રોલપંપના લાભાર્થે જ પાણીનો છંટકાવ થયો હોવાનું ફલિત થાય છે.

સામાન્ય રીતે લોકોને પાણી બચાવવાની સલાહ આપતી ભાણવડ નગરપાલિકા પોતે જ બેફામ પાણી બગાડી રહી હોવાનું જાણી ચકચાર મચી જવા પામી છે. જળએ જ જીવન હોવાની વાત નગરપાલિકા ભુલી ગઇ લાગે છે. ઉનાળો શરૂ થવાની તૈયારી છે. રાજ્યમાં પાણીની કોટોકટી જોવાઇ રહી છે. વરસાદ ઓછો પડયો છે ત્યારે નગરપાલિકા દ્વારા પોતાના જ ટેન્કર દ્વારા થતો બગાડ બેદરકારી છતી કરે છે.

water-dispute-by-bhanvad-municipality
water-dispute-by-bhanvad-municipality
water-dispute-by-bhanvad-municipality
water-dispute-by-bhanvad-municipality
water-dispute-by-bhanvad-municipality
water-dispute-by-bhanvad-municipality

Related posts

ભાજપ હારે છે, જનતા જીતે છે: જામનગર લોકસભા બેઠકમાં નવું સૂત્ર

Nawanagar Time

જામનગરમાં 12 વર્ષની બાળકીનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Nawanagar Time

ડીડીઓની ઉપરવટ જઈને વર્ક આસિસ્ટન્ટની રજા મંજૂર કરતાં વિવાદ

Nawanagar Time

Leave a Comment