Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળુ પાકના વાવેતર માટે ખેડૂતોમાં પાણીનો પોકાર

water-shouting-in-farmers-for-summer-crops

સિંચાઇ માટે કોઇ સ્ત્રોત ન હોવાથી ઉનાળુ પાકનું વાવેતર કરવું શક્ય જ ન હોવાનો દાવો

જામનગર:-જામનગર  સિંચાઇ માટે પાણી પર પ્રતિબંધ અને મોટભાગના બોર,કૂવા સહીતના સ્થાનિક જળાશયોમાં પાણી ખૂટી જતાં ઉનાળુ પાકના વાવેતર માટે ખેડૂતોમાં પાણીનો પોકાર ઉઠયો છે.જિલ્લામાં પાણીના અભાવે પ્રારંભિક તબકકામાં મગ,અડદ, મગફળી, તલ,શાકભાજીનું જૂજ વાવેતર થયું છે તો ડાંગર, મકાઇ, ગુવાર, ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું નથી.આ સ્થિતિમાં વર્ષ કેમ કાઢવું  સવાલ ખેડૂતોમાં ઉઠયો છે.બીજીબાજુ ઉનાળુ વાવેતરમાં ઘટાડાથી આગામી દિવસોમાં મોંધવારી વધવાની શકયતા પણ જાણકારોએ વ્યકત કરી છે.

ગામમાં તો ઠીક આજુબાજુ સિંચાઇ માટે કોઇ સ્ત્રોત ન હોવાથી ઉનાળુ પાકનું વાવેતર કરવું શક્ય જ નથી ગામમાં તો ઠીક આજુબાજુ સિંચાઇ માટે કોઇ સ્ત્રોત નથી આથી ઉનાળુ વાવેતર કરવું શકય નથી.આટલું  નહીં ચોમાસા પણ એક વરસાદ થતાં બબ્બે વખત બિયારણ પાછળ કરેલો ખર્ચ પણ માથે પડયો છે અને પાક ન થતાં આર્થિક નુકશાની વેઠવી પડી છે.

ડેમ બાદ બોર, કૂવા ડૂકી જતાં વાવેતર થઇ શકે તેમ નથી કંકાવટી ડેમમાં પાણીને કારણે શિયાળુ પાકમાં મુશ્કેલી પડી ન હતી.પરંતુ ડેમ ખાલી થયા  સિંચાઇ માટે અન્ય કોઇ સ્ત્રોત ન હોય તેમજ બોર,કુવા ડૂકી જતાં ઉનાળુ વાવેતર થઇ શકે તેમ નથી તેમ ફલ્લાના ખેડૂત  ભગવાનજીભાઇ ધમસાણીયાએ જણાવ્યું હતું.

ગત્ વર્ષે 3348 ની સામે ચાલુ વર્ષે ફકત 624 હેક્ટરમાં વાવેતર જામનગર જિલ્લામાં પ્રારંભિક તબકકામાં છેલ્લાં ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 3799 હેકટર છે.જેની સામે ગત  એટલે કે વર્ષ 2017-18 માં 9 માર્ચ સુધીમાં 3348 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થઇ ચૂકયું હતું.જયારે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2019 માં 7 માર્ચ સુધીમાં ફકત 624 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થતાં વાવેતરમાં 2724 હેકટરનો ઘટાડો થયો છે.

જામનગર જિલ્લામાં 7 માર્ચ સુધીનું ઉનાળુ વાવેતર

  • બાજરી…………………………………………………………….
  • મગ………………………………………………………………..
  • અડદ………………………………………………………………
  • મગફળી…………………………………………………………..
  • તલ………………………………………………………………..
  • ડુંગળી……………………………………………………………..
  • ધાસચારો…………………………………………………………
  • શાકભાજી………………………………………………………….
  • તરબૂચ……………………………………………………………
  • ગુવાર……………………………………………………………..
  • ડુંગળી……………………………………………………………..
  • 115 02
  • 249 69
  • 11 03
  • 770 43
  • 899 80
  • 17 00
  • 697
  • 405 130
  • 05 00
  • 15 00
  • 17 00

આંકડા હેકટરમાં છે

Related posts

જામનગરમાં વિદેશી દારૂ પર દરોડાઃ 26 બોટલ શરાબ મળ્યો

Nawanagar Time

શેઢાખાઇ ગામે ત્રણ યુવાનો પર ઘાતક હૂમલો: છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Nawanagar Time

કોલેજના છાત્રો દ્વારા ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા પ્રયાસ

Nawanagar Time

Leave a Comment