Nawanagar Time
હેલ્થ ટીપ્સ

મોઢા પર માસ્ક અથવા દુપટ્ટો પહેરવાથી વિટામિન ડીની ઉણપ આવી શકે છે

wearing-a-mask-or-a-scalp-on-the-face-can-cause-vitamin-d-deficiency

સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડી3ની શરીરમાં ઉણપ થાય થઈ શકે છે અને હાડકાની મજબૂતી ઘટે છે. આવી સ્થિતિમાં હેરલાઇન અને બોન ફ્રેક્ચર થઈ શકે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન વિટામિન ડી3 મળે છે માટે રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સુધી તડકામાં રહેવું જોઇએ જેથી શરીરને પુરતાં વિટામિન ડી3 મળી રહે.

પોલિકેલ્સી થેરોલથી વિટામિન ડી3નું લેવલ બેલેન્સ થાય

કોસ્મિટોલોજિસ્ટ રિંકલ જરીવાલાએ કહ્યું કે 21 વર્ષની મારી એક પેશન્ટ શાલિની પોતાના માટે ઓવર કોન્સિયશ હતી. જે છેલ્લાં 8-9 મહિનાથી જ્યારે પણ ઘરની બહાર નિકળીતી ત્યારે વખતે ચહેરા પર બુકાની અને હાથમાં મોઝા પહેરતી હતી. જેનાં કારણે એના વિટામિન ડી3 લેવલ 10 એમજીથી ઘટી ગયું હતું. જેનાં કારણે એનાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું. ડિ3નું લેવલ વધારવા માટે શાલિનીને પોલિકેલ્સી થેરોલનાં શેચેટ્સ આપ્યાં જે અઠવાડિયામાં એક વખત લેવાનાં હોય છે. મારી બીજી એક પેશન્ટ ડિંપલ ઠક્કર પણ શરીરને સંપૂર્ણ રીતે ઢાકીને રાખતી હતી જેવા કારણે એને હેર લાઇન ફ્રેક્ચર થઈ ગયું હતું.

શરીરમાં વિટામિન ડીનું લેવલ મિનિમમ 18 એમજી

શરીરને યોગ્ય પ્રમાણમાં વિટામિન ડી ન મળે તો હાડકા પોલા થતા જાય છે, કેલ્શિયમની પણ ડેફિશિયન્સી આવે છે. પોલિકેલ્સી થેરોલનાં શેચેટ્સ, કેલ્શિયમની ટેબલેટ્સ, ડાએટમાં કેળા, કઠોળ, સનફ્લાવર સીડ્સ અને પોપી સીડ્સથી વિટામિન ડી3ને બેલેન્સ કરી શકાય. શરીરમાં 18 એમજી વિટામિન ડી જરૂરી છે.

  • વિટામિન ડીની કમીથી ટીબી-કેન્સર જેવી બીમારી થઇ શકે
  • કમળો: દમ થઇ શકે છે
  • ત્વચા: સિરોસિસ, ત્વચાનું કેન્સર
  • હૃદય: લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ
  • શનતંત્ર: આંશિક અંગઘાત
  • દિમાગ : ગમગીની.
  • થાઈરોઈડ: કેન્સર
  • ફેફસા: ટીબી, દમ
  • લીવર: સિરોસિસ, કમળો
  • પેન્ક્રિઆસ: ડાયાબિટીસ, કેન્સર
  • આંતરડા: મોટા આંતરડાનું કેન્સર
  • હાડકા: રિકેસ, ઓસ્ટિઓપોરોસિસ, ફ્રેક્ચર
  • સ્નાયુઓની કમજોરી, દુ:ખાવો થઈ શકે છે.
  • આ સાથે વિટામીન ડીની ઉણપથી માનસિક રોગ થવાની શક્યતાઓ પણ રહેલી છે.

Related posts

વૈજ્ઞાનિકોએ 60 દર્દીઓના કોષોમાંથી લેબમાં ધમની બનાવી ડાયાલિસિસ કર્યું

Nawanagar Time

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ રહેશે દૂર

Nawanagar Time

ચપટીમાં એસિડિટી દૂર કરશે આ ઘરેલુ નુસખા, તરત ટ્રાય કરો

Nawanagar Time

Leave a Comment