Nawanagar Time
ગુજરાત જામનગર

હવામાનમાં પલટો: જામનગરમાં ગાઢ ધૂમ્મસ છવાયું

weather-change-jamnagar-dense-smog-jainism

સવારે ઠંડી, ઝાકળ-ધૂમ્મસ અને બપોરે ગરમીના બેવડા વાતાવરણથી લોકો અકળાયા

જામનગર:-જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 1પ દિવસથી સતત હાડ થીજવતી ઠંડી પડ્યા બાદ ગઈકાલથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ઠંડીમાં રાહત મળી છે તો બીજી તરફ બપોરના સમયે અંગ દઝાડતો તડકો પડતાં બેવડા વાતાવરણથી લોકો અકળાયા છે. આવામાં આજે વહેલી સવારે ઝાકળ બાદ 9 વાગ્યાથી ગાઢ ધૂમ્મસ છવાતાં મકરસંક્રાંત પૂર્વે ઠંડી વિદાય લે તેવા સંકેતો વચ્ચે મિશ્ર વાતાવરણથી આશ્ર્ચર્ય સર્જાયું છે.

દરિયાકાંઠે વસેલા જામનગર શહેરમાં આમ તો એકંદરે શિયાળો અને ઉનાળો સપ્રમાણ રહે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં આવેલા બદલાવની સીધી અસરરૂપે શહેરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખાસો એવો ફેરફાર આવ્યો છે. ખાસ કરીને ચાલુ વર્ષે લાંબા સમય બાદ લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝિટ એટલે કે, 9 ડીગ્રીએ પહોંચી વિક્રમ નોંધાવ્યો છે. સામાન્યત: જામનગર શહેરમાં શિયાળામાં એવરેજ લઘુત્તમ તાપમાન 11 થી 1પ ડીગ્રી વચ્ચે રહે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર તળે દરિયાકાંઠો હોવા છતાં જામનગરમાં ઠંડીએ વિક્રમ તોડ્યો છે.

બીજી તરફ ગઈકાલે ઠંડીમાં આંશિક રાહત મળવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હતો અને આજે પણ લઘુત્તમ તાપમાન 1પ ડીગ્રી રહ્યું છે. જેથી ઠંડીમાં રાહત મળી છે. જો કે, આજે વહેલી સવારે ઝાકળ અને ગાઢ ધૂમ્મસ છવાતા શહેરના માર્ગો પણ ભીંજાઈ ગયાં હતાં અને મિશ્ર વાતાવરણથી લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચકાયો છે. ગત વર્ષે મહત્તમ તાપમાનનો પારો વિક્રમી રીતે 44 ડીગ્રી સુધી ઊંચે ગયો હતો. ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટા બાદ મહત્તમ તાપમાન ર6 ડીગ્રી નોંધાયું હતું અને ઉનાળા જેવો માહોલ જોવા મળ્યો હતો.

Related posts

ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ શરૂ

Nawanagar Time

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાંની શક્યતા

Nawanagar Time

Nawanagar Time

Leave a Comment