Nawanagar Time
ગુજરાત જામનગર

વેલકમ.. ફલેમિંગોનું આગમન

welcome-flamingos-arrival

જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં મોટા ભાગના શિયાળુ મહેમાન મહેમાન બનેલા પક્ષીઓઓ વતનની વાટ પકડી છે. ત્યારે આફ્રિકન ખંડમાંથી ફ્લેમિંગો જામનગર ના મહેમાન બન્યા છે. સમગ્ર જામનગર જિલ્લામાં આવા 60000 જેટલા ફ્લેમિંગો આવ્યા છે. ઉનાળો શરુ થતા જ ફ્લેમિંગો જામનગરના મહેમાન બન્યા છે. ગ્રેટર ફ્લેમિંગો  લેસર ફ્લેમિંગો મોટી સંખ્યામાં જામનગર અને ગલ્ફ ઓફ કચ્છમાં આવ્યા છે. જે અહીં જૂન સુધી મુકામ કરશે. ખાસ કરીને પાણીની તંગી જણાઈ રહી છે, પાણી ઘટતા મીઠા અને ખારા પાણીમાં એ આલ્ગી થાય છે, તેની માટે ફ્લેમિંગો અહીં આવે છે.  જામનગર આસપાસ સોલ્ટ વર્કસમાં આવી લેસર  ફ્લેમિંગોનો ખોરાક આલ્ગી  પ્રમાણમાં મળી રહે છે, ફ્લેમિંગો અહીં જ ડાન્સ કરીને માદા ફ્લેમિંગોને રીઝવે છે, અને  બાદમાં મેટિંગ કરે છે, ત્યાર બાદ કચ્છના રણમાં માળા કરે છે, ઈંડા મૂકે છે. અને બચ્ચાં ઉછેરે છે. ફ્લેમિંગો આવતા જ પક્ષી પ્રેમીઓ અને બર્ડ વોચરોને ઝલસા પડી ગયા છે.

welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival
welcome-flamingos-arrival

Related posts

જામનગરની 26 સરકારી શાળાઓ બંધ કરવાની હિલચાલ

Nawanagar Time

કમાલ! ખંભાળિયાથી જામનગર પ્રવેશ માર્ગ 15 મીટર ટૂંકાવી દેવાયા

Nawanagar Time

BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘાને આજીવન કેદ, સાત આરોપીને સજા

Nawanagar Time

Leave a Comment