Nawanagar Time
સ્પોર્ટસ

15 વર્ષ બાદ વિન્ડીઝ પાકિસ્તાનમાં રમશે

west-indies-will-play-in-pakistan-15-years-later

મેરિસા એગુઈલ્લેરાની કપ્તાનીમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ, 13 સદસ્યના સ્ક્વોડ અને 8 સપોર્ટ સ્ટાફ સહિત કરાચી પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં 15 વર્ષ પછી કોઈ નોન-એશિયન વુમન્સ ટીમ રમવા આવી છે. વિન્ડીઝ પાકિસ્તાન સામે કરાચી ખાતે 3 ટી-20 મેચ રમશે. આ સિરીઝ પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને ફરીથી ટ્રેક પર લાવવા માટે મહત્વની સાબિત થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વિન્ડીઝની ટીમનુ સ્વાગત કરવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વુમન્સ વિંગના ઓફિશિયલ આવ્યા હતા. ટીમની સિક્યોરિટી માટે એરપોર્ટથી હોટલ સુધી 500 પોલીસ ઓફિસર્સ ટીમ સાથે હતા. તેમજ રસ્તા પરનો ટ્રાફિક બ્લોક કરવામાં આવ્યો હતો, જેથી ટીમ આરામથી હોટલ પહોંચી શકે. ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બુલેટ પ્રૂફ બસમાં ટ્રાવેલ કર્યું હતું.

Related posts

લોકડાઉનના કારણે બીસીસીઆઇ અઘ્યક્ષ અપસેટ

Nawanagar Time

સર્જરી બાદ વાપસી કરતા વોર્નરે ફટકારી સદી

Nawanagar Time

કુલ ચાર ઇનિંગની ટી-20ના વિચાર સામે ગંભીર અને બ્રેટ લીનો વિરોધ

Nawanagar Time

Leave a Comment