Nawanagar Time
સ્પોર્ટસ

પુજારા ઘરે શું કરે છે: પત્ની પૂજાએ કર્યો ખુલાસો

what-does-pujara-do-at-home-wife-reveals-pooja

ટીમ ઈન્ડિયાની વોલ પાર્ટ ટુ તરીકે જાણીતા રાજકોટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા જ્યારે ઘરે હોય છે ત્યારે શું કરે છે. મેદાન પર અને મેદાન બહાર ઝાઝી વાતચીત નહી કરનારા પૂજારાની પત્નીએ તેનો જવાબ આપ્યો છે. પૂજારાની પત્ની પૂજાનુ કહેવુ છે કે ઘરે હોય ત્યારે પૂજારા ઘણી વખત જાતે જ સાફ સફાઈ કરવા માંડે છે.

નાગપુરમાં રણ જી ટ્રોફી ફાઈનલ રમી રહેલા પૂજારા અ્ને તેની પત્ની પૂજા એક અખબારના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂજાએ ચેતેશ્વરની ઘણી અંગત વાતો શેર કરતા કહ્યુ હતુ કે આમ તો પૂજારા બહુ શાંત વ્યક્તિ છે પણ સફાઈને લઈને તે બહુ સજાગ રહે છે. જ્યારે પણ તેઓ ઘરે હોય છે ત્યારે ઘરમાં કર્મચારીઓનો સ્ટાફ વધારે એલર્ટ થઈ જાય છે. કારણકે ક્યારેક તો પૂજારાને ઘરમાં કશું ગંદુ દેખાય તો તે કોઈને કહ્યા વગર જાતે સફાઈ કરવા માંડે છે.

પૂજાએ કહ્યુ હતુ કે જ્યારે ઘરના બધા સભ્યો એક સાથે બેઠા હોય ત્યારે ચેતેશ્વર આરામથી વાતો કરે છે અને દીકરી સાથે રમવામાં સમય પસાર કરે છે. તે પોતાની પુત્રી સાથેનો સબંધ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરે છે.

પૂજાએ પોતાના સસરા અને ચેતેશ્વર પૂજારાના પિતા અંગે કહ્યુ હતુ કે મારા સસરા 24 કલાક ક્રિકેટ અંગે વાત કરી શકે છે. તેઓ ક્યારેય ક્રિકેટની વાત કરવામાં બોર થતા નથી. તેનાથી ઉલટુ ચેતેશ્વર જ્યારે ક્રિકેટ નથી રમતા ત્યારે ક્રિકેટની વાત પણ નથી કરતા અને ક્રિકેટ જોતા પણ નથી.

પૂજાના કહેવા પ્રમાણે જ્યારે પૂજારા કોઈ સિરિઝમાં સારો દેખાવ કરીને પાછા આવે છે ત્યારે ઘરમાં બધા ખુશ હોય છે અને જ્યારે કોઈ સિરિઝ ખરાબ જાય છે ત્યારે મારા સસરા ચેતેશ્વરના પાછા આવવાની રાહ જોતા હોય છે જેથી ક્રિકેટ અંગે તેમની સાથે વાત કરી શકે.

Related posts

કોથળામાંથી બિલાડું કાઢતો સચિન!

Nawanagar Time

મેહબૂબા  મુફ્તી સામે ગંભીરે કરી લાલ આંખ

Nawanagar Time

વિરાટ દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર

Nawanagar Time

Leave a Comment