Nawanagar Time
ગુજરાત જામનગર

અમારો શું વાંક ? જામનગરમાં પતંગ-દોરાએ 61 પક્ષીઓને ઘાયલ કર્યા

જામનગર:-જામનગર શહેરમાં ઉતરાયણના પર્વને લઇને પતંગ રસીયાઓ સવારથી પતંગ ચગાવતા નજરે પડયા હતાં. તો બીજી બાજુ પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો પણ બન્યા હતાં. છેલ્લા બે દિવસમાં કુલ 61 પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થતાં તેઓની બર્ડ હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

જામનગરમાં ઉતરાયણના પર્વને શહેરીજનોને હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. ત્યારે પતંગ ઉત્સવ દરમિયાન અનેક નિર્દોષ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બન્યા હતાં. સૌરાષ્ટ્રની એકમાત્ર જામનગર સ્થિત એવી બર્ડ હોસ્પિટલ એવી સર પિટરસ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં કુલ 61 જેટલા નિર્દોષ પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હતાં.

what-is-our-fault-kite-dray-in-jamnagar-injured-61-birds
what-is-our-fault-kite-dray-in-jamnagar-injured-61-birds

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે રેસ્કયુ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા હતાં. અને ઘાયલ પક્ષીઓની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓને બર્ડ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં અને સારવાર કરવામાં આવી હતી.

જામનગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 61 પક્ષીઓ ઘાયલ થયા હતા જેમાં 33 કબુતર, 3 સીગલ, 3 કુંજ, 3 પેલીકન, 2 આઇબીસ, 2 કોયલ, 2 બગલા અને 1-1 મોર અને ફલેમીંગો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતાં તેમની બર્ડ હોસ્પિટલના ડોકટરો દ્વારા સારવાર કરાઇ હતી.

Related posts

જામનગર જિલ્લા જેલમાં કેદીઓ યોગમય બન્યા

Nawanagar Time

લખલૂંટ ખર્ચ છતાં જામનગરના વાલીઓને ન મળ્યું નક્કર પરિણામ

Nawanagar Time

લાલપુર મામલતદારની જોહુકમી સામે વકીલમંડળ મેદાને

Nawanagar Time

Leave a Comment