Nawanagar Time
ટેક્નોલૉજી

સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ વોટ્સએપ વાપરતા હોવ તો ચેતજો, કંપની લઈ રહી છે આ પગલું

અમદાવાદ: ફેસબૂકની કંપની વ્હોટ્સએપ હવે વયમર્યાદા નક્કી કરવા પર કામ કરી રહી છે. વ્હોટ્સએપ હવે જે ઓછી ઉંમરના યુઝર્સ હશે તેના વ્હોટ્સએપ અકાઉન્ટ પર પ્રતિબંધ મુકવા વિચારણા કરી રહી છે. વ્હોટ્સએપે ગત વર્ષે જીડીપીઆર કામ કરતું થયું ત્યાર બાદ વયમર્યાદાને અપડેટ કરી છે. યુરોપના જે વ્હોટ્સએપ યુઝર્સ છે તેના માટે 16 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. પહેલા આ વયમર્યાદા 13 વર્ષ હતી. યુરોપીયન સંઘ સિવાયના યુઝર્સ માટે આ વયમર્યાદા 13 વર્ષ છે.

આટલી ઉંમર હોવી જોઈએ
વ્હોટ્સએપ અનુસાર તેની સેવાનો ઉપયોગ કરવા માટે ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ હોવી જોઈએ (અથવા માતા પિતાની મંજૂરી વિના અમારી સેવાનો ઉપયોગ કરવા માટે તમને માન્ય રાખવા માટે તમારી દેશમાં આટલી ઉંમર આવશ્યક છે.) કાયદા અનુસાર અમારી સેવાનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી જરૂરી ઉંમર સિવાય, જો તમે તમારા દેશમાં અમારી શરતો સાથે સહમત થતા નથી. તો તમારી વતી તમારા માતા પિતા અથવા વાલીએ અમારી શરતો સાથે સહમત થવું આવશ્યક છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, વ્હોટ્સએપ યુઝર્સના અકાઉન્ટ પર પ્રતિબંધ મુકવા માટે વયમર્યાદાના માપદંડ કેવી રીતે નક્કી કરશે. વિશ્વની લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપનું માલિક ફેસબુક છે.

ફેસબુક બ્રાંડિંગ ઉમેરાશે
કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, પોતાની પ્રોડક્શન વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ફેસબુક બ્રાંડિંગ ઉમેરવાનું શરુ કરશે. જો કે આ પરિવર્તન નજીકના ભવિષ્યમાં જોઈ શકાશે. વ્હોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં ‘વ્હોટ્સએપ ફ્રોમ ફેસબૂક’ બ્રાંડિંગ હશે. એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પ્રભાવિત થઈ શકે. વ્હોટ્સએપ ફ્રોમ ફેસબૂકથ બ્રાંડિંગ એપના સેટિંગ પેજ પર જોવા મળે છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મેસેન્જર વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એકીકરણ કરવાની જાહેરાત બાદ મહિનાઓ પછી આ પરિવર્તન આવ્યું છે. હાલ તો આ ત્રણેય સેવાઓ સ્ટેન્ડઅલોન એપ્લિકેશનના રૂપે યથાવત રહેશે, નિષ્ણાંતોએ આ એકીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક નિષ્ણાંતોનું માનીએ તો આ પગલુ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને પ્રભાવિત કરી શકે છે. જે વ્હોટ્સએપની સૌથી મોટી સુરક્ષા વિશેષતાઓમાંની એક છે.

 

Related posts

OnePlus 6Tને ટક્કર આપવા Samsung લોન્ચ કરશે આ આવનારો દમદાર સ્માર્ટફોન

Nawanagar Time

Xiaomiના આ નવા સ્માર્ટફોને સાથે મળશે 1વર્ષ સુધી દર મહિને ફ્રી ડેટા,જાણો કેટલા GB મળશે ડેટા…

Nawanagar Time

આ ટેલિકોમ કંપનીએ અપનાવી નવી ટેક્નોલોજી, મળશે સુપર નેટવર્ક અને હાઇસ્પિડ કનેક્ટિવિટી

Nawanagar Time