Nawanagar Time
ટેક્નોલૉજી

ભારતમાં WhatsApp થઈ શકે છે BANNED ક્લિક કરી જાણો કે શું છે તેનું કારણ…

whatsapp-shall-be-get-banned-in-india

ભારતમાં બિઝનેસ કરી રહેલી સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઇ જાય છે તો તેનાથી WhatsAppના હાલના ફોર્મેટના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ જાણકારી આપી. ન્યૂઝ એજન્સી IANS એ આ સમાચાર આપ્યા છે. ભારતમાં WhatsApp ના 20 કરોડ માસિક યૂજર્સ છે અને આ કંપની માટે દુનિયાનું સૌથી બજાર છે. કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂજર્સ છે. અહી એક મીડિયા કાર્યશાળાથી બીજી તરફ WhatsApp ના કોમ્યૂનિકેશન પ્રમુખ કાર્લ વૂગે કહ્યું કે ”પ્રસ્તાવિત નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે, તે મેસેજિસ વિશે જાણવા પર ભાર મુકવા અંગે છે.

ફેસબુકના સ્વામિત્વવાળી WhatsApp ડિફોલ્ટ રૂપથી એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનની રજૂઆત કરે છે, જેનો અર્થ એ છે કે ફક્ત મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ સંદેશને વાંચી શકે છે અને WhatsApp પણ જો ઇચ્છે તો પણ મોકલેલા સંદેશ વાંચી ન શકે. વૂગનું કહેવું છે કે આ ફીચર વિના WhatsApp બિલકુલ નવી પ્રોડેક્શન બની જશે.

વૂગ અમેરિકામાં બરાક ઓબામાના રાષ્ટ્રાપતિ કાર્યકાળમાં તેમના પ્રવક્તાના રૂપમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું, ”પ્રસ્તાવિત ફેરફાર લાગૂ થવા જઇ રહ્યા છે, તે મજબૂત ગોપનીય સુરક્ષાના અનુરૂપ નથી, જેને દુનિયાભરના લોકો ઇચ્છે છે.” અમે એન્ડ-ટૂ-એન્ડ પુરી પાડવામાં આવે છે. પરંતુ નવા નિયમો હેઠળ અમને અમારા ઉત્પાદને ફરીથી બનાવવાની જરૂર પડશે. તેમણે આગળ કહ્યું કે આવી સ્થિતિમાં મેસેજિંગ સેવા પોતાના હાલના સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે નહી.

વૂગે નવા નિયમ લાગૂ થયા બાદ ભારતીય બજારથી બહાર નિકળી જવાની સંભાવનાને નકારી કાઢતાં આઇએએનએસને કહ્યું, ”તેના પર અનુમાન લગાવવાથી કોઇ મદદ મળશે નહી અને આગળ શું થશે. આ મુદ્દે ભારતમાં ચર્ચા કરવા માટે એક પ્રક્રિયા પહેલાંથી જ છે.

એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન ફીચરથી કાયદાકીય અમલીકરણ એજન્સીઓ માટે અફવાઓ ફેલાવનાર આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોમ્સ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નિયમો હેઠળ તેમની પોતાની સેવાઓના દુરઉપયોગ અને હિંસા ફેલાતા રોકવા માટે એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

Related posts

અજાણ્યા શખસે ફોન-પે એપથી ત્રીસ હજારની ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ

Nawanagar Time

સુરતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

Nawanagar Time

શાઓમી Redmi 7 સ્માર્ટફોનનો ભારતમાં આજે બપોરે સેલ યોજાશે, કિંમત ₹7999થી શરૂ

Nawanagar Time

Leave a Comment