Nawanagar Time
ગુજરાત જામનગર

ચાલુ સિઝનમાં ઘઉંના ભાવ ભડકે બળશે

wheat-prices-will-flare-up-in-the-current-season

અન્ય અનાજના ટેકાના ભાવમાં વધારો થવાથી તેમજ કેટલ ફીડના વધુ ભાવને કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઘઉંના ભાવ ઉંચા રહેશે

 જામનગર:-સામાન્ય રીતે દર વર્ષે જામનગરની અનાજ બજારમાં માર્ચ મહીનામાં ઘઉંની ખરીદીની સીઝન શરૂ થાય છે.મોટાભાગના શહેરીજનો એક સાથે આખ વર્ષના  ખરીદી કરે છે.પરંતુ આ વર્ષે ઘઉંની સીઝન ટાંકણે જ ભાવ ઉંચા રહેશે.કારણ કે, સૌરાષ્ટ્રમાં સિંચાઇ માટે પાણીના અભાવે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.પરંતુ મધ્યપ્રદેશમાં પાણીની સુવિધા તેમજ તીવ્ર ઠંડી પડતા ઘઉંનું ઉત્પાદન સારૂં થયું છે.જામનગરમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ઘઉંની આયાત થાય છે. સૌરાષ્ટ્રમાં ઘઉંના ઓછા ઉત્પાદન સામે એમ.પી.માં  ઉત્પાદન થવાની સામે અન્ય અનાજના ટેકાના ભાવમાં વધારો થવાથી તેમજ કેટલ ફીડના વધુ ભાવને કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઘઉંના ભાવ ઉંચા રહેશે તેમ ગ્રેઇન માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે.દર વર્ષે માર્ચ મહીનો શરૂ થતાં જ શહેરના માર્કેટીંગ યાર્ડ અને ગ્રેઇન માર્કેટમાં નવા ઘઉંની પુષ્કળ આવક થતી હોય છે.પરંતુ  વર્ષે માર્ચ મહીનાને પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી હોય નવા ઘઉંની મર્યાદિત આવક થઇ છે.બીજી બાજુ કારમી મોંઘવારી વચ્ચે ગતવર્ષ કરતા ઘઉંના ઉંચા ભાવને કારણે શહેરીજનો એક સાથે બાર મહીનાના ઘઉંની ખરીદી કરવી કે કેમ તે અંગે મૂંઝવણમાં મૂકાયા છે.

જરૂરિયાતની વસ્તુ મોંઘી, બજેટ વેરવિખેર જામનગરમાં રહેતા ગૃહણી સ્મિતાબેન  જણાવ્યું હતું કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવવધારાથી બજેટ વેરવિખેર થઇ ગયું છે. કારણ કે, કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે પરંતુ તેની સામે તેટલા પ્રમાણમાં આવકમાં વધારો થતો નથી.આ સ્થિતિમાં ચાલુ વર્ષે ઘઉંના ભાવ પણ ઉંચા રહેશે જેથી મુશ્કેલી બેવડાશે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં માર્ચ મહિનામાં ઘઉંની આવક વર્ષ-2018

Wheat Revenue in Jamnagar Marketing Yard in the year-year-2018
Wheat Revenue in Jamnagar Marketing Yard in the year-year-2018

Related posts

વાહનચાલકો સાવધાન…આ વાહનોનું રજીસ્ટ્રેશન RTOમાં નહીં થાય

Nawanagar Time

કોરોના કાળ દરમિયાન જી.જી.માં દાનની સરવાણી વહાવતા દાતાઓ

Nawanagar Time

સ્લમ વિસ્તારોમાં માસ્ક વિતરણ કરતી ટ્રાફિક શાખા

Nawanagar Time

Leave a Comment