Nawanagar Time
ગુજરાત જામનગર

કાનાલૂસને પન્ના ડેમનું પાણી કયારે? ગ્રામજનોનો સવાલ

when-did-panna-dam-water-from-canalus-the-question-of-villagers

પન્ના ડેમમાંથી પાણી કરોડોનું આંધણ છતાં નર્મદા નિર ઉપર ગ્રામજનો નિર્ભર

જામનગર:-કાનાલૂસને નર્મદાના પાણીના સ્થાને પન્ના ડેમનું પાણી કયારે આપવામાં આવશે તેવો અણીયારો સવાલ ગ્રામજનો દ્વારા તંત્રને કરવામાં આવ્યો છે. કાનાલૂસ ઉપરાંતના અનેક ગામોને પીવાનું શુઘ્ધ પાણી પુરૂં પાડવા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પન્ના ડેમ આધારિત જુથ પાણી પુરવઠા  પાણી પુરૂં પાડવાને બદલે નર્મદાનું જોડાણ કરી પાણી અપાય છે. બીજી તરફ પન્ના ડેમમાં દર વર્ષે પીવાનું પાણી રિઝર્વ રાખવામાં આવે છે તો તે પાણી શા માટે યોજના આધારિત ગામોને આપવામાં આવતું નથી? શું પન્ના ડેમ આધારિત આ જુથ પાણી પુરવઠા યોજના ફકત જોવા માટે જ બનાવી છે કે  આ પાણી આપવાની કોઇ ના પાડે છે? નર્મદા ડેમનું પાણી જ્યાં બીલકુલ પાણી નથી તેવા ગામોને આપવામાં આવે અને પન્ના ડેમમાંથી યોજના આધારિત ગામોને પુરૂં પાડવામાં આવે.

ઉપરાંત આ ડેમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નદીનાળા મારફતે કે કોઇ પ્રકારે નાળા (ગેઇટ) મુકી કેમિકલયુકત પાણી છોડવામાં ન આવે તે અંગેની તકેદારી  આવે તેવી ટકોર પણ રજૂઆતમાં થઇ છે. કાનાલૂસના પ્રેમજીભાઇ સોલંકી, મોબતસંગ સીસોદિયા, ગીરીશ ચૌહાણ, ભુપતસંગ ચૌહાણ, રણજીતસંગ સીસોદિયા અને અમરસંગ વાળા સહિતનાએ પન્ના ડેમના પાણી પ્રશ્ર્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

Related posts

યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ. દ્વારા પેપરોના રીચેકીંગ તથા ગ્રેસીંગ માર્કને મંજુરી

Nawanagar Time

GIDC વિસ્તાર નજીક કારખાનામાં આગ, દોઢ કલાક બાદ આગ પર કાબુ આવ્યો

Nawanagar Time

જામનગરમાં 12 વર્ષની બાળકીનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Nawanagar Time

Leave a Comment