Nawanagar Time
ગુજરાત જામનગર

ગુલાબનગર ઓવરબ્રિજને સ્ટ્રીટ લાઇટ કયારે ?

when-does-the-street-lights-on-the-gulabnagar-overbridge

જામનગર:-જામનગર મહાનગર પાલિકાની બેદરકારીના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂકયા છે પરંતુ નિંભર તંત્ર વર્ષોથી આ બાબતે સજાગ થવા તૈયાર નથી. જામનગરના ગુલાબનગર ઓવર બ્રિજનું નિર્માણ થયુ તેને 12-12 વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં આ જ સુધી બ્રિજ પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે આટલા વર્ષોથી અનેક  સાક્ષી આ બ્રિજ બન્યો છે.

ગુલાબનગર ઓવર બ્રિજના નિર્માણ માટે 12 વર્ષ પહેલા પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ ખાણધરે આત્મવિલોપનની ચિમકી આપી હતી. જાગૃત કોર્પોરેટરના પ્રયાસો અને લોકજુવાળને પારખીને તે સમયે તંત્રએ ઓવર બ્રિજ તો બનાવી નાખ્યો પરંતુ આજ સુધી સ્ટ્રીટ લાઇટ નાખી નથી. અત્યારે આ બ્રિજ પર થાંભલા ઉભા કરાયા  આ થાભલા નાખવામાં આવ્યાને પણ ચાર મહિના જેટલો સમય વિતી ગયો છે. બીજી તરફ નવા ઓવર બ્રિજની હાલત પણ ગુલાબનગર ઓવરબ્રિજ જેવી થાય દહેશત છે. આ નવો ઓવરબ્રિજ બનાવ્યા બાદ હજુ સુધી માત્ર થાભલા જ નખાયા છે લાઇટો ફીટ કરાઇ નથી. ગુલાબનગર ઓવર બ્રિજની માફક નવો ઓવર બ્રિજમાં પણ  અકસ્માત સર્જાશે, કોઇનો જીવ જશે તેવી ભીતી સેવાઇ રહી છે, 12 વર્ષ પહેલા ગુલાબનગર ઓવરબ્રિજ બનાવવા થયેલા સંઘર્ષનું પૂનરાવર્તન લાઇટો નાખવા કરવો પડશે ? તેવો પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

Related posts

જામનગરમાં નવરાત્રિમાં ફિલ્મી ગીતો ન વગાડવા શિવસેના દ્વારા હાકલ

Nawanagar Time

જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસ જીતશે કે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવાર ?

Nawanagar Time

જામનગરના સત્યમ્ કોલોનીમાં ચોકીદારના રહેણાંક મકાનમાંથી રૂા.30 હજારની રોકડ રકમની ઉઠાંતરી

Nawanagar Time

Leave a Comment