Nawanagar Time
ગુજરાત જામનગર

દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી કયારે?: ડીડીઓ સ્યોર નથી

when-the-election-of-digvijay-gram-panchayat-sarpanch-ddo-is-not-sure

જામનગર:-જિલ્લાની મહત્વની માની એક દિગ્વીજય ગ્રામ પંચાયતના  ચૂંટણી કયારે થશે તે મામલે ડીડીઓ સ્યોર નથી. જામનગર તાલુકાના દિગ્વીજય ગ્રામના સરપંચોને 30-1-18થી ફરજ મોકુફ કરાયા છે ત્યારબાદ ટીડીઓને ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપ્યો છે.

ત્યારે નવા સરપંચની નિયુકિતની પ્રક્રિયા કયારે થશે? તેવા ગ્રામ્ય ધારાસભ્યના પ્રશ્ર્નના ઉત્તરમાં ડીડીઓએ જણાવ્યું હતું કે કેસ ચાલુ છે, તપાસ ચાલુ છે, ફરજ મોકુફ  ત્યારે ફરજ મોકુફીના સમયગાળાના કિસ્સા દરમ્યાન નવા સરપંચ માટે જરૂરી કાર્યવાહીઓ કયારે હાથ ધરવી તેની કોઇ સમય મર્યાદા પંચાયતધારામાં નિયત કરાઇ નથી. ત્યારે હાલ તો આ ગ્રામ પંચાયત સરપંચ વિહોણી અને હજુય અનિશ્ર્વિતતાઓ વચ્ચે ચાલે છે.

ગ્રામ્ય વિકાસના બદલે રાજનીતિમાં વધુ સમય ફાળવાતો હોવાની ચર્ચા

જિલ્લાના 431 ગાળો ગ્રામ  ગામડાના વિકાસ, સરકારી દરેક યોજનાના સંપૂર્ણ અમલીકરણ, પાણી, સફાઇ, સ્ટ્રીટલાઇટ, ગટર, વીજળીના કામો માટે ખાસ અગ્રતા આપવી જોઇએ મોટાભાગે એવુ થતું હશે તેવી આશા રાખીએ પરંતુ અમુક પંચાયતો તો ખાસ ઠરાવ કરવામાં તો અમુક પંચાયતો તો તલાટીના કબજામાં હોય છે તો અમુક કીમ પંચાયતના સરપંચ કોણ થશે તે જિલ્લા  પ્રદેશ કક્ષાએ જકકી થતું હોવાની પણ ચર્ચાઓ ગ્રામ્ય પંથકમાંથી સાંભળવા મળે છે.

Related posts

જામનગરમાં સહાય માટે કચેરીઓના ધરમના ધક્કા ખાતાં વિધવા-નિરાધારો

Nawanagar Time

ધ્રોલ પાલીકાના નવા બીલ્ડીંગના ઠેકાણાં નથી ’ને કાલે લોકાર્પણ!

Nawanagar Time

કરો લ્યો વીજ બચત! ઉજાલાની હવે જાજી ગેરંટી નહીં !

Nawanagar Time

Leave a Comment