Nawanagar Time
ગુજરાત

દર્દી ઓ પૂછે છે કે ડૉક્ટર કીંયા ? ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો ક્યારે નિમાશે?

when-will-doctors-be-admitted-to-bhanvads-collective-health-center

અગમ્ય કારણોસર બંધ કરાયેલી ખિલખિલાટ સેવા પુન: શરૂ થતાં ગરીબોમાં ખુશી

ભાણવડ:-ભાણવડ શહેરમાં ગરીબો માટે એક માત્ર આશાનું કિરણ એવી સરકારી હોસ્પિટલમાં છેલ્લા  સમયથી ડોક્ટરોની ઘટ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ અગમ્ય કારણોસર અચાનક જ બંધ કરી દેવાયેલી ખિલખિલાટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આ સંજોગોમાં લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યાં છે કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રને પૂરતાં પ્રમાણમાં ડોક્ટરો ક્યારે મળશે?

સામાન્ય રીતે સગર્ભા મહિલાઓ માટે અતિઉપયોગી  ખીલખીલાટ સેવા આજથી કેટલાક સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર તે બંધ કરી દેવામાં આવેલ ત્યારે આજે સામુહિક આરોગ્ય કેન્દ્રના એકમાત્ર ડોકટર અનુપ જયસ્વાલના હસ્તે રીબીન કાપીને સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તથા 108ની ટીમની ઉપસ્થિતીમાં આ ખીલખીલાટને ખુલ્લી મુકવામાં આવેલ સગર્ભા મહિલાઓ કે જે સામુહિક આરોગ્ય  નિયમિત ચેકઅપ  માટે આવે છે તેમને મુકી જવા માટે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ કરાવેલ મહિલા તેમજ શીશુને ઘરે મુકવા માટે નિ:શુલ્ક સેવા આપતી આ સુવિધા છે જે ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. આ સુવિધાઓ શહેર, ગ્રામ્ય વિસ્તારની જનતા વધુમાં વધુ લાભ લે તેમજ  વર્કર બહેનો, એફએચડબલ્યુના બહેનો આ સેવાના ઉપયોગ માટે વધુમાં વધુ લોકોને માહિતગાર કરે એ મુજબનો અનુરોધ જી.વી.કે. ઇએમઆર તરફથી કરવામાં આવેલ.

ત્યારે અહિં ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે એક વખતની સૌરાષ્ટ્રનું શ્રેષ્ઠ ગણાતું ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર અત્યારે અપુરતા ડોકટરોને કારણે ખુબ જ પછાત હાલતમાં છે છેલ્લા ઘણા વર્ષોથી  ડોકટરોની કમી છે અને જનતાની અનેક રજૂઆતો બાદ પણ નિંભર સરકાર ડોકટરોની નિમણુંક કરતી નથી જયાં ઓછામાં ઓછા ત્રણ ડોકટરોની જરૂરીયાત છે ત્યાં લાંબા સમયથી એકમાત્ર ડોકટરથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે, સ્થાનિક નબળી નેતાગીરીને કારણે પણ પ્રજાની સમસ્યાઓનો ઉકેલ નથી આવી રહ્યો તે પણ એક નક્કર વાસ્તવિકતા છે  આવશ્યક અને આમ જનતા માટે જીવન જરૂરીયાતની આવી અનેક સુવિધાઓથી ભાણવડ પંથકની જનતા વંચિત રહી છે તે માટે સ્થાનિક નબળી નેતાગીરી જ જવાબદાર છે ત્યારે આ શરૂ કરવામાં આવેલી ખીલખીલાટ કેટલો સમય ચાલુ રહે છે તે જોવું જ રહયું કારણ ક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત ડોકટર જ ઉપલબ્ધ ન  તો કોણ પ્રસૂતિ માટે આવવાનું છે ? હાલ, દરેક વિભાગ માટે એકમાત્ર ડોકટર કાર્ય કરી રહ્યાં છે ત્યારે તે એકલા હાથે કેટલા કેસ હેન્ડલ કરી શકે? જો કે, પ્રજાની તકલીફ સાથે આ નિંભર તંત્રને કોઇ લેવાદેવા નથી ચાહે એક ડોકટર પણ હોય કે ના હોય.

 

Related posts

ગુંડાગીરી નાબૂદ કરવાની સરકારની સુફિયાણી વાતો

Nawanagar Time

NEETની પરીક્ષામાં ગુજ્જુ બોયનો ડંકો, ગામનું જ નહીં સમગ્ર ગુજરાતનું ‘ગૌરવ’

Nawanagar Time

દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી માતબર રોકડની ચોરી

Nawanagar Time

Leave a Comment