Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની સિટી ડિસ્પેન્સરી ક્યારે શરૂ થશે?

when-will-the-dispensory-of-jamnagar-city-start

જામનગર:-2001માં આવેલા ભૂકંપ પછી  મધ્યે રતનબાઈ મસ્જિદ પાસે આવેલી સિટી ડિસ્પેન્સરી જર્જરિત થતાં એને તોડી પડાઈ હતી. એટલે સરકારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ઉપર દર્દીઓનો ભાર વધી ગયો છે. રોગચાળો વધી જાય ત્યારે જીજી હોસ્પિટલમાં ખાટલાઓ ખૂટી પડે છે, જામ્યુકોનું આરોગ્ય તંત્ર નવી ગાઈડ લાઈન પ્રમાણે હવે 3 સામુહિક આરોગ્ય બનાવવાનું કહે  પણ આ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે.

તોડી પડાયેલી સિટી ડિસ્પેન્સરીમાં હવે વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જૂના જામનગર શહેરમાં અગાઉ આવેલી આ ડિસ્પેન્સરીમાં જૂના શહેરમાં વસતા લોકો આરોગ્ય વિષયક સેવાનો લાભ લેતાં હતા, પરંતુ વર્ષોથી આરોગ્ય સેવા બંધ થઇ જતા છેક જીજી હોસ્પિટલ જવું  છે. અને ત્યાં પણ દર્દીઓની ખૂબ જ ભીડ હોવાથી દર્દીઓને કલાકો સુધી તેમના વારો આવવાની રાહ જોવી પડે છે.

જામનગર મહાનગર પાલિકામાં 7 લાખની વસતિમાં માત્ર 12 જ આરોગ્ય કેન્દ્ર, એટલે જીજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ઉપર દર્દીનો ભારણ વધી ગયું છે. ક્યાંક તો 3 વોર્ડ દીઠ એક જ  કેન્દ્ર છે, છેલ્લ દાયકામાં અનેક આરોગ્ય કેન્દ્ર ઘટી ગયા છે, જામનગર મહાપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રની સંખ્યા માત્ર ત્રણ છે, અને મહાપલિકાના વોર્ડની સંખ્યા 16 છે, કેટલાક આરોગ્ય કેન્દ્ર 2-2 વોર્ડ અને ક્યાંક તો 3-3 વોર્ડ વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર ચલાવાય છે, આ આરોગ્ય કેન્દ્રમાં તબીબો અપૂરતા છે, દવા  નથી. જામ્યુકોના 12 આરોગ્ય કેન્દ્રમાં તબીબો, નર્સ અને બાકીના સ્ટાફની મોટી ઘટ છે, અને દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી હોતા, એટલે ના-છૂટકે દર્દીઓને નજીકના ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ માટે જવું પડે છે. જામનગર શહેરની હદ હવે 125 ચો.કી. થઇ ગઈ છે, એ પ્રમાણે 16 વોર્ડનો વિસ્તાર ઘણો વધી ગયો છે,  વસતિ પ્રમાણે નહીં, વિસ્તાર પ્રમાણે આરોગ્ય કેન્દ્ર હોવા જોઈએ.

Related posts

સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લાસ પૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી

Nawanagar Time

રંગમતી-નાગમતીમાં ઘોડાપૂર: નદીના પટ્ટમાં અનેક વાહન ડૂબ્યા

Nawanagar Time

શો-ઑફમાં ચમકતી કાલાવડની દોઢ માસની ઢીંગલી

Nawanagar Time

Leave a Comment