Nawanagar Time
જામનગર

શું ગુજરાત પર આતંકવાદનું જોખમ ? ક્યાથી આવ્યો દ્વારકામાં બાંગ્લાદેશી શખ્સ ?

દ્વારકાના ગોમતીઘાટ પાસેથી પોલીસની નજરમાં આવી ગયેલા શખ્સની પૂછપરછ કરાતા દસેક વર્ષ પહેલા આ શખ્સે ભારતમાં ઘૂસણખોરી કર્યાની ચોંકાવનારી વિગત મળી છે. પોલીસે આ શખ્સની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે.

રાજ્યના સરહદી જિલ્લા ગણાતા દ્વારકામાં પોલીસ દ્વારા અત્યંત ચાંપતી નજર રાખી દેશદ્રોહી તત્ત્વો પગપેસારો ન કરી જાય તે માટે સતર્કતા દાખવવામાં આવી રહી છે તે દરમ્યાન ગોમતીઘાટ પાસે ભિક્ષાવૃત્તિ કરતા તથા સાફસફાઈનું કામ કરતા એક શખ્સ પર પોલીસને શંકા પડતા તેને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ આરંભાતા મૂળ બાંગ્લાદેશના નરસીંગળી ગામના પુટીયા બજારમાં રહેતા અને થોડા વર્ષાે પહેલા ભારતમાં પાસપોર્ટ કે કોઈપણ અન્ય આધાર વગર પશ્ચિમ બંગાળમાંથી ઘૂસી આવ્યો હોવાનું કબૂલી આ શખ્સે પોતાનું નામ મહંમદમુશર્રફ મહંમદહસન અલી (ઉ.વ.૨૨) હોવાનું જણાવતા પોલીસ ચોંકી હતી.

આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેણે અંદાજે દસેક વર્ષ પહેલા ભારતમાં ઘૂસણખોરી કર્યા પછી અલગ અલગ જગ્યાએ જઈ આખરે વસવાટ માટે દ્વારકા પસંદ કર્યું હતું જ્યાં આ શખ્સ શામળાજી મંદિરના પટાંગણ પાસે રહી સાફસફાઈ અને ભિક્ષાવૃત્તિ કરતો હોવાનું ઉમેર્યું હતું.

ઉપરોક્ત બાબતની એસપીને જાણ કરવામાં આવ્યા પછી પો.કો.એ ખુદ ફરિયાદી બની આ શખ્સ સામે ઈન્ડિયન પાસપોર્ટ રૃલ્સની કલમ તથા ફોરેનર્સ એક્ટ તેમજ પાસપોર્ટ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી આ શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ આરંભવામાં આવી છે.

Related posts

ગોકુલનગર વિકાસથી વંચિત ન રહે તે માટે ભાજપ પ્રયત્નશીલ: હકુભા જાડેજા

Nawanagar Time

એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે જામનગરમાં સરકારને ઝંઝોળવા પ્રયાસ

Nawanagar Time

નાના-મોટા થઈને કુલ 43 રોડ ચોમાસું સીઝનમાં તૂટી ગયા, કરોડો રૂપિયાનું નુકસાન

Nawanagar Time

Leave a Comment