Nawanagar Time
ગુજરાત જામનગર

SOG PSI ક્યાં છે? કોર્ટે એસીબીને ખખડાવી

where-is-sogs-psi-the-court-knocked-on-the-acb

બંને આરોપી કોન્સ્ટેબલ જેલ હવાલે કરાયા, પોણા છ લાખની રકમ રિકવર ન થઇ,

લાંચ પ્રકરણની તપાસ એલસીબીને સોંપી દેવાઈ

જામનગર:-જામગનર એસઓજી પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે. કોર્ટે એસીબીની ખખડાવી નામ ખૂલવા છતાં એસીબી પીએસઆઇ સુધી કેમ પહોંચી શકાયું નથી એમ કહી ટકોર કરી હતી. બીજી બાજુ આ પ્રકરણની   કઈઇને સોંપી દેવામાં આવી છે.

એસઓજી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.બી. ગોહીલને લીવ રિજર્વમાં બદલી કરી દેવામાં આવી છે. બીજી તરફ બંને કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી દીધી હતી, સાથે સાથે કોર્ટે કડક વલણ અપનાવી  ખખડાવી એસઓજી પીએસઆઇ ક્યાં છે? કેમ ધરપકડ કરવામાં નથી આવી? આ પ્રકરણમાં નામ ખૂલવા છતાં પીએસઆઇ ક્યાં છે? એવા વેધક સવાલો કરી ઉધડો લીધો હતો.

એસીબીએ બંને કોન્સ્ટેબલને લાંચ લેતા હોય તેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. જેને લઈને એસીબીની ટીમે એસઓજી પીઆઈ અને પીએસઆઈ તેમજ બંને કોન્સ્ટેબલના  સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પણ કઈ હાથ લાગ્યું ન હતું.

જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા અને જોગેન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણ નામના બે કોન્સ્ટેબલને જામનગરના એક વ્યવસાયી પાસેથી તેઓની જ 10, પટેલ કોલોની, ટીવીએસ શો-રૂમની બાજુમાં આવેલી ઓફિસમાં રૂપિયા એક લાખ પચ્ચીસ હજારની લાંચ લેતા રંગે  પકડાઈ ગયા છે.

ચાર દિવસ પૂર્વે એસઓજી પોલીસે નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતા એક શખસને બાઇક સાથે આંતરી લઇ પિસ્ટલ સાથે પકડી પાડ્યો હતો. આ કેસમાં પકડાયેલા શખ્સના વેપારીનું મોટર સાયકલ હોવાથી મુસીબત સામે આવી હતી. પોતાનું મોટર સાયકલ કાઢી નાખવા અને પકડાયેલા શખ્સ સામે આકરી કાર્યવાહી નહીં કરવા એસઓજી  બંને કર્મચારીઓએ સાત લાખની લાંચ માંગી, જે તે દિવસે જ પ્રથમ હપ્તા પેટે સાડા ત્રણ લાખ જ લઇ લીધા હતા. ત્યારબાદ બીજા દિવસે પીએસઆઈ નહીં માને તેમ કહી રૂપિયા સવા બે લાખની રકમ બીજા હપ્તા પેટે બંને કોન્સ્ટેબલે માંગી અને લઇ પણ લીધી હતી. દરમિયાન આજે વાયદા મુજબ સવા  બાકી રકમ લેવા ગયેલા બંને શખ્સો એસીબીના છટકામાં આબાદ સપડાઈ ગયા હતા.

પીએસઆઈની સંડોવણી સામે આવતા એસીબીની ટીમે એસઓજી પીઆઇ અને પીએસઆઈના ઘરે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પણ કઈ મળ્યું ન હોવાનું એસીબી ટીમે જણાવ્યું છે. બંને કોન્સ્ટેબલને એસીબીએ બે દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ શરુ કરી

કોર્ટના કડક વલણ સામે એસીબી પાસે કોઈ જવાબ ન હતો. બીજી તરફ બે દિવસમાં એસીબી બંને કોન્સ્ટેબલે લાંચમાં લીધેલ પોણા છ લાખની રકમ પણ રિકવર કરી શકી નથી. પીએસઆઇ અને બંને કોન્સ્ટેબલને ઘરના સર્ચ દરમિયાન કોઈ રોકડ હાથ લાગી ન હતી. ત્રણેય પોલીસ કર્મીઓ પાસે મામૂલી મિલકત હોવાનું પણ  કરતા એસીબી  પીઆઇ વ્યાસે જણાવ્યું હતું .

સીસીટીવી કેમ ચેક નથી થતાં?

SOG માંથી આ કેસમાં છોડી મુકાયેલા મુખ્ય આરોપીને છોડાવીને પોતાની  કોણ લઈ ગયો હતો, એની તપાસ ઊંડાણ પૂર્વક કરવી જરૂરી છે. દરમિયાન ’વનીયો વાળા’ તરીકે ઓળખાતો શખ્સ SOGએ પિસ્ટલ સાથે ઝડપી લીધા બાદ LCB વિભાગનો એક પોલીસ પોતે જે ક્રેટા કાર ચલાવે, ક્રેટા કારની માલિકી કોક અન્ય વ્યક્તિના નામની છે. એમાં મુખ્ય આરોપીને મુકી આવ્યો હતો, એવું વકિલ વર્તુળોમાં   વિષય બની ગયો છે.  જામનગરમાં SOG અને LCB શાખા પાસ પાસે જ છે, પિસ્ટલ સાથે ઝડપાયેલ આરોપીને LCB  જ એક પોલીસ મુકવા ગયો હોવાનું ચર્ચાય છે. જો ખરેખર આ ગુન્હાના પર્દાફાશ કરવાની દાનત હોય તો બનાવની રાત્રે જઘૠ ઓફિસથી ગાંધીનગરમાં આવતાં રસ્તા ઉપરના CCTV ફૂટેજ  કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

નાનામાં નાના ગુન્હામાં પોલીસ CCTV ફૂટેજ ચેક કરતી હોય છે. બનાવની રાત્રીના CCTV ચેક કરવામાં આવે તો LCB નો પોલીસ અને કેસનો મુખ્ય આરોપી પકડાઈ જશે.

Related posts

જાહેર અને પાર્કિગ દબાણ સામે ગુનો નોંધવામાં તંત્રની ઢીલી નીતિ

Nawanagar Time

ખંભાળિયાની મહિલાને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

Nawanagar Time

ખેડૂતો માટે વધુ એક વખત અવાજ ઉઠાવતા વશરામભાઈ

Nawanagar Time

Leave a Comment