Nawanagar Time
ગુજરાત જામનગર

કયા હુઆ તેરા વાદા? બબ્બે વર્ષથી રોડ રસ્તાનું કામ ગોકળગતિએ

which-hua-tera-wada-two-years-from-the-road-road-sallutati

ડાયવર્ઝન પાકા અને સલામત બનાવવાની જોગવાઇ પણ પાલન થતુ નથી: પુરી ગ્રાન્ટ ફાળવાય ગઇ છે તેવા અનેક કામો હજુ પુરા થયા નથી

સામાન્ય રીતે સરકાર દ્વારા અનેક યોજનાઓકે, રાહતો જાહેર થયા બાદ લાંબા સમય સુધી લાભાર્થીઓને મળવાપાત્ર થતા હોતા નથી કેમ કે તે અંગેના જી.આર. લગત કચેરીઓને સમયસર મળતા નથી. તેવી જ રીતે જનપ્રતિનિધીઓએ ફાળવેલી ગ્રાંટના કામો સમય મર્યાદામાં પુરા થાય અને સમયસર નાગરીકોને લાભ મળવા લાગે તેવું થતુ નથી.

જામનગર અને જોડિયા તાલુકાના તાલુકાથી જિલ્લા કક્ષાને તેમજ ગ્રામ્યથી મુખ્ય રોડને જોડતા કામો જે વર્ષ 2017-18માં મંજુર થયા છે અને વર્ષ 17-18 પહેલા મંજુર થઇ ગયા છે કે પુરી ગ્રાન્ટ ફાળવાય ગઇ છે તેવા અનેક કામો હજુ પુરા થયા નથી અને આ તમામ કામોના પત્રકોમાં રીમાર્કસમાં કામો પ્રગતિમાં છે તેવું દર્શાવાતુ રહે છે. શા માટે લગત વિભાગો પ્રજાલક્ષી કામો સમયસર પુરી કરતા નથી તે અંગે પ્રજા પ્રતિનિધિઓ માથાફોડી કરી થાકી જાય છે.

માર્ગ મકાન વિભાગના કાર્યપાલકે આવાજ એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મંજુર થયેલા જામનગર તાલુકાના 23 કામ અને જોડિયા તાલુકાના 7 કામો પ્રગતિ હેઠળ છે. બીજી તરફ કચેરી સુત્રોએ જણાવ્યા મુજબ લાંબા ડાયવર્ઝન પાકા અને સલામત બનાવવાનો હોય છે પરંતુ દર વખતે તેનું પાલન કરાવાતુ નથી.

એથી ય વધુ ગંભીર બાબત એ છે કે એક માહિતી આપતા એવું જણાવાયું કે વર્ષ 2018-19માં આ તાલુકાઓ માટે હજુ સુધી કોઇ કામ મંજુર થયા જ નથી.

જિલ્લા આયોજન ધારે તો નેતાને અણખામણા કરી છે

જિલ્લા આયોજન કચેરી તમામ જનપ્રતિનિધિઓ સ્થાનીક સ્વરાજ્યથી માડી દરેકની ગ્રાન્ટ હેઠળના કામો અંગે ખુબ મહત્વની જવાબદારી નિભાવે છે.

પરંતુ અભિપ્રાયો મેળવવા, વહિવટી મંજુરી, તાંત્રીક મંજુરી, વગેરેમાં જ અટવાયેલુ રહેતુ તંત્ર ધારે તો નેતાઓને પ્રજા સમક્ષ અણખામણા પણ કરી છે કેમ કે નેતાઓ ગ્રાન્ટ ફાળવી દે, તેનો પ્રચાર પ્રસાર પણ થઇ જાય પરંતુ તે કામ લાંબા સમય સુધી જિલ્લા આયોજન કચેરીની શિથિલતાથી થાય નહી, અરે કાગળ કે ફાઇલ હલે જ નહીં અને પ્રજા વચ્ચે નેતાઓ તો જવાબ આપી ન શકે. આવા અનેક કિસ્સાઓ બની જ રહ્યા છે.

Related posts

મોદી રાજમાં ગ્રાહકોનો ભરોસો તળિયે: રિઝર્વ બેન્કનો ઘટસ્ફોટ

Nawanagar Time

હરિયા કોલેજમાં લોખંડી જાપ્તા વચ્ચે ઈવીએમ ‘નજરકેદ’

Nawanagar Time

જામનગરમાં 10 ડીગ્રી સાથે ઠંડીનો ચમકારો

Nawanagar Time

Leave a Comment