Nawanagar Time
ગુજરાત જામનગર

પિસ્તોલ સાફ કરતી વખતે ફાયરીંગમાં યુવાન ઘવાયો

while-cleaning-the-pistol-the-young-wounded-in-firing

પાંચ વરસ પૂર્વે નામચીન સખ્સે ઘાયલ યુવાનને હથીયાર સાચવવા આપ્યું હતું

જામનગર:-જામનગરમાં નવાગામ ઘેડમાં ગઈ કાલે સાંજે મામા સાહેબના મંદિર નજીક ગેર કાયદેસરની પિસ્તોલ સાફ કરતી વખતે એકાએક થયેલ ફાઈરિંગને લઈને સનસનાટી મચી જવા પામી છે. લોડેડ પિસ્તોલના ટ્રીગર પર આંગળી મુકાઈ જતા અને ફાઈરીગ થઇ જતા યુવાનને હાથના ભાગે ઈજા પહોચી છે. આ ઘટનાને પગલે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હથિયાર પાંચ વર્ષ પૂર્વે એક નામીચા સખ્સે સાચવવા આપ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ ઘટનાને પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી.

જામનગરમાં અવાર નવાર ફાઈરીગ થયાની અફવાઓ સામે આવતી રહી છે પરંતુ ગઈ કાલે સાચે જ થયેલ ફાઈરિંગની ઘટના સામે આવતા પોલીસની જુદી જુદી એજન્સીઓના ધાડા હોસ્પિટલ પરિસર પહોચ્યા હતા. અ બનાવની વિગત મુજબ સહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ધીરજલાલ જેઠવા ગઈ કાલે નવાગામ ઘેડ વિસ્તારમાં સ્વામીનારાયણ સોસાઈટીના છેડે આવેલ મામા સાહેબના મંદિર નજીક પોતાના કબજાના ગેર કાયદેસરના હથિયાર એવી દેશી પિસ્તોલ સાફ કરતો હતો ત્યારે એકાએક તેના હાથની આંગળી ટ્રીગર પર દબાઈ જતા ફાઈરીંગ થયું હતું. પિસ્તોલ માંથી છુટેલી ગોળી આ સખ્સના હાથના ભાગે ખૂંચી જતા રાજુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાઈરિંગ થયાની ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના અંગે સારવાર લીધા બાદ ખુદ રાજુએ પોતાની પર તથા નામચીન ફિરોજ ઉર્ફે ભાઈજી હબીબભાઈ ખેરાણી નામના સખ્સ સામે  આર્મ એક્ટ અને આઈપીસી કલમ 323, 336  મુજબ ફરિયાદ નોંધાવી હતી.

પાંચ વરસ પૂર્વે આરોપી ફિરોજ ખેરાણીએ આ લાયસન્સ વગરનું હથિયાર આરોપી રાજુને સાચવવા આપ્યું હોવાનું સામે આવ્યું છે. જે હથિયારમાંથી  ગઈ કાલે સાફ કરતી વેળાએ ગોળી છૂટી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

જિલ્લામાં કૃષિ રોગ વિરોધી દવાના ડોઝથી કુલ 31000 બાળકો વંચિત

Nawanagar Time

જામનગરના મૅડિકલ સ્ટોર સંચાલકને મરવા મજબૂર કરનાર બન્ને બિલ્ડર જેલ હવાલે

Nawanagar Time

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જી.જી.માં વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

Nawanagar Time

Leave a Comment