Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરે જ બનાવો રેસ્ટોરેંટ સ્ટાઈલનાં વ્હાઈટ સોસ પાસ્તા

white-sauce-pasta-of-restaurant-style-make-at-home

સામગ્રી:-

  • પાસ્તા 400 ગ્રામ(બાફેલા)
  • ચીઝ ક્યુબ 1
  • મધ્યમ આકારનું કદૂ કસ કરેલુ
  • અજમા એક ચમચી
  • ફ્રોજન સ્વીટ કોર્ન 1 કપ બાફેલા
  • માખણ 1 ચમચો
  • મરી પાવડર એક ચમચી
  • પાણી 4 કપ
  • કોર્ન ફ્લોર પાવડર 2 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • લાલ મરચુ એક ચમચી
  • બ્રોકલી 200 ગ્રામ બાફેલી
  • લસણ 4 કળી
  • મીઠું સ્વાદ અનુસાર

મેન ડિશ માટે:-

  • શિમલા મરચું 1 મોટુ કાપેલુ
  • દૂધ 2 કપ
  • લાલ શિમલા મરચું 1 કાપેલુ

બનાવવાની પદ્ધતિ:-

સૌ પ્રથમ ધીમી આંચ પર પેનમાં તમામ શાકભાજી સ્વીટ કોર્ન, શિમલા મરચું પાણીમાં મીઠું નાખી ઉકાળો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શાકભાજીને વધારે બાફી ન નાંખો

જ્યારે શાકભાજી બાફી રહ્યા હો બીજા વાસણમાં પાસ્તા નાંખીને ઉકાળો. વાઈટ સોસ બનાવવા માટે ધીમા તાપમાં માખણ ગરમ કરો. કદૂકસ કરેલ લસણ નાંખો, ત્યારબાદ કોર્નફ્લોર અને દૂધ નાંખો. આ મિશ્રણને હલાવતા રહો જેથી તેમાં ગાંઠો ન પડે.

આ મિશ્રણ ગાઢ થવા લાગે ત્યારે તમામ મસાલાઓ, ઓરેગાનો, અજમા, પેપરિકા, મરી પાવડર અને મીઠું નાખી હલાવો. ચીઝ નાંખી થોડા સમય માટે પકાવો. આ મિશ્રણમાં વ્હાઈટ સોસ, બાફેલી શાકભાજી, પાસ્તા નાંખી 2-3 મીનિટ પકાવો. તૈયાર છે ગરમા ગરમ ઈટાલિયન સ્ટાઈલના વ્હાઈટ સોસ પાસ્તા. આને તમે ચીઝ નાંખીને ગરમા ગરમ પીરસો.

Related posts

બાળકોને ખાવાની મજા પડી જાય તેવી છે આ ટોમેટો ચીઝ ચકરી

Nawanagar Time

શાકમાં કઈક નવીન ઇચ્છતા હો તો બનાવી જુઓ રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક

Nawanagar Time

તરબૂચ સ્વાદ અને ક્વાલીટી કેવુક છે ઓળખવા માટે આ છે બેસ્ટ ટીપ

Nawanagar Time

Leave a Comment