Nawanagar Time
ગુજરાત જામનગર

દર્દીઓ કહે છે અહિં પૂછવુ કોને?જી. જી. હોસ્પિટલમાં લોલમલોલ : પૂછપરછ કાઉન્ટર કોઇ કર્મચારી જ નહિં

who-are-the-patients-to-ask-here-in-the-g-g-hospital-lolmlol-inquiries-counter-is-not-an-employee

ગામડાઓમાંથી આવતા દર્દીઓને પડતી હાલાકી: ગાયનેક વિભાગમાં રાખવામાં આવેલા પૂછપરછ કાઉન્ટર પર પણ આવી સ્થિતી

જામનગર:-જામનગરની જાણીતી સરકારી જી.જી. હોસ્પિટલમાં પૂછપરછ અને ગાયનેક વિભાગમાં પૂછપરછ કાઉન્ટર પર કોઇ કર્મચારી ન હોય હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

જી. જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં  છે. અહિં જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર સહિતના શહેરો અને ગામડાઓમાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. જી. જી. હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. ત્યારે અહિં પૂછપરછ કાઉન્ટર ઉપર કોઇ કર્મચારી ન હોવાથી બહારગામથી આવતા લોકોને જે તે ઓપીડી સુધી પહોંચવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે.

ગાયનેક વિભાગમાં પણ આવી  પરિસ્થિતી જોવા મળે છે. અહિંના પૂછપરછ કાઉન્ટર ઉપર પણ કોઇ જોવા મળતું નથી. હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમાં પણ ખાસ કરીને ગામડાઓમાંથી આવતા અને અભણ દર્દીઓને પૂછપરછ કાઉન્ટર ઉપર કોઇ કર્મચારી ન હોય અનેક હાલાકી ભોગવવી પડે છે.

જી. જી. હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતાં હોય છે ત્યારે  માળની આ હોસ્પિટલમાં આવેલા પૂછપરછ કાઉન્ટર ઉપર કોઇ જ કર્મચારી હાજર રહેતા ન હોય દર્દીઓ પણ એવું કહે છે કે ‘અહિં પૂછવુ કોને?’ ત્યારે હોસ્પિટલ તંત્રએ હોસ્પિટલના મુખ્ય પરીસર અને ગાયનેક વિભાગમાં આવેલા પૂછપરછ કાઉન્ટર ઉપર કોઇ કર્મચારીને મૂકવામાં આવે તેવું દર્દીઓ ઇચ્છી રહ્યાં છે.

જી જી હોસ્પિટલમાં ચાલી  લોલમલોલના કારણે અનેક દર્દીઓ પરેશાન થાય છે. પુછપરછ કાઉન્ટર ઉપર કોઇ કર્મચારી હાજર ન હોવાથી દર્દીઓને કયાં, કયારે અને કેવી રીતે કામગીરી કરવી તે અંગે મુંજવણ ઉભી થતી હોય છે. આ મામલે અગાઉ પણ રજૂઆત કરાઇ હોવા છતાં જવાબદાર દ્વારા હજુ સુધી પગલાં લેવામાં આવ્યા નથી. આ હોસ્પિટલમાં ગામે  દર્દીઓ આ સારવાર માટે આવતાં હોય છે. છતાં પણ યોગય વ્યવસ્થાના અભાવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે અણધળ વહીવટના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ગાયનેક વિભાગમાં રાખેલા કાઉન્ટર પર કર્મચારી હાજર ન હોવાથી અનેક પરેશાનીઓ ભોગવવી પડે છે.

Related posts

લોકશાહીના મહાપર્વમાં હાલારમાં મહાનુભાવોનું મતદાન

Nawanagar Time

સોનાપુરીમાં ભરાયેલાં પાણી વચ્ચે અંતિમ વિધિ

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં ગામે-ગામ બેંકો બહાર કતારો

Nawanagar Time

Leave a Comment