Nawanagar Time
ગુજરાત જામનગર

આહિર ઉમેદવાર નહીં તો સંસદમાં ભાજપનો ચહેરો કોણ??

who-is-the-face-of-the-bjp-in-the-house-if-not-aher-candidate

ચૂંટણીનો ચકરાવો સમીકરણો જોતાં મંત્રી આર. સી. ફળદુ ફેવરિટ

 

મૃદુભાષી તમામ સ્તરે લોકપ્રિય એવા આરસી ઉપર કોઈ ‘કંપની’નું લેબલ લાગ્યું નથી

જામનગર:-આમ તો વર્તમાન સાંસદ પૂનમબેન માડમને સાંસદની ચૂંટણી લડવાનું ભાજપ હાઇકમાન્ડ તરફથી કહી દેવામાં આવ્યું છે, જોકે ટિકિટની ફાળવણીમાં આંચકા આપવામાં ભાજપ માહેર ગણાય છે. જ્ઞાતિ સમીકરણોને  લેતા અને ખેડૂતો સરકારથી નારાજ ચાલી રહ્યા છે એ પ્રશ્ર્ન ધ્યાનમાં લેતાં આહિરને બદલે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવાની થાય તો પહેલી પસંદગી કૃષિ મંત્રી રણછોડ ભાઈ ચનાભાઈ આર સી ફળદુ ગણાય છે.

હજુ ભાજપ તરફથી પણ પૂનમબેન માડમને ટિકિટ આપી દેવામાં આવી છે તે કહેવું થોડું વહેલું છે.  પણ પૂનમબેન માડમ ઉપરાંત આ વખતે કૃષિમંત્રી આર.સી. ફળદુ પણ ભાજપમાં લોકસભા માટેના સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. છેલ્લી ઘડીએ આહિર ના બદલે પટેલ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી થાય તો એમાં આર સી ફળદુ પ્રથમ ક્રમે છે. આર.સી. ફળદુ છેલ્લા ત્રણ દાયકાઓથી સક્રિય રાજકારણમાં છે, ભાજપને વરેલા છે, સૌથી મહત્વની વાત  અને સંઘના પ્રિતીપાત્રના લિસ્ટમાં આવે છે અને આર સી ફળદુ ઉપર કોઈ ’કંપની’નું લેબલ નથી લાગ્યું.

હાલ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી પણ છે. આર સી ફળદુ બે વખત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેમની સામે હજુ સુધી પાર્ટી લેવલે કોઈ ફરિયાદ કે વાંધા અને વિરોધ વ્યક્ત થયા નથી.  મૃદુ ભાષા આર સીનો સૌથી વધુ જમા પાસું છે. એક તો આરસી પટેલ જ્ઞાતિના છે, ખેડૂત પુત્ર હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમની લોકચાહના આજે પણ અકબંધ છે. ખેડૂત પુત્ર હોવાને કારણે ખેડૂત લોબી પર પણ મજબૂત પક્કડ ધરાવે છે.  જામનગરની સાંસદની બેઠક ઉપર પટેલ મતદારો બીજા ક્રમે આવે  એટલે જ તો છ છ વાર ચંદ્રેશ પટેલને ભાજપે સાંસદની ચૂંટણીમાં ઉતાર્યા હતા.   મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ત્યાર પછી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને હવે વિજયભાઈ રૂપાણી ગુજરાતની ગાદી સંભાળે છે, ત્યારે પણ આરસી ફળદુએ ભાજપ પ્રત્યેની નિષ્ઠા બરોબર નિભાવી જાણી છે, એટલે જ તો ભાજપ સંગઠનની ગુડ લિસ્ટમાં આવે  આરસી ફળદુની ચાહના જોઈને ગત વિધાનસભામાં 79 – જામનગરમાં ભાજપે આરસી ફળદુને ઉતાર્યા હતા જે તે સમયે ખેડૂતો અને પટેલ સમાજ ભાજપથી નારાજ પ્રવર્તતા હતા, તેવા સમયે આરસી ફળદુ સામા પુરે તરીને ચૂંટણીની વૈતરણી પાર પાડવામાં સફળ થયા હતા. એટલું કે નહીં આ બેઠક ઉપર 79-જામનગરની સીટ અગાઉ પ્રો  ત્રિવેદીને ચૂંટણી જંગ જીત્યા હતા ત્યારે હરીફ ઉમેદવાર સામે એકદમ પાતળી સરસાઈથી જીત મળી હતી, પ્રો વસુબેન ત્રિવેદીને મળેલી લીડથી છેલ્લી ચૂંટણી ભાજપને 10 ગણી જેટલી લીડ મળી હતી. ડ્યુ તો આરસી ફળદુ. એ તમામ સમીકરણો ધ્યાનમાં લેતાં ભાજપ આહીરને બદલે પટેલ ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે તો નવાઈ

ભાજપ આહિર ઉમેદવારના બદલે પટેલ ઉમેદવાર બનાવે તો સામે કોંગ્રેસ પણ પટેલ ઉમેદવારને મેદાને ઉતારશે, એવું રાજકીય પંડિતો માની રહ્યા છે. કોંગ્રેસમાંથી સૌથી પહેલું નામ વકીલ દિનેશ વિરાણીનું ચર્ચામાં છે. ત્યાર પછી જેન્તીભાઇ સભાયાનું નામ ચર્ચામાં છે. જો આમ થાય તો પટેલના મતનું વિભાજન થશે. ત્યારે જોવું રસપ્રદ બનશે  આહિર મતદારો ભાજપ તરફ મતદાન કરશે કે કોંગ્રેસ તરફે ?

Related posts

લોકડાઉન જાળવવા “ડ્રોન” મેદાને: 200 સામે ગુન્હો

Nawanagar Time

ભાટિયામાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ધોકાવાળી

Nawanagar Time

જામનગર ફર્ટીલાઈઝરની ઑફિસમાં એકાઉન્ટન્ટે આચર્યું પોણા ત્રણ કરોડનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment