Nawanagar Time
ગુજરાત જામનગર

નકલી બોમ્બ કોણે મૂક્યો ? સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ

who-put-a-fake-bomb-movement-of-suspicious-men-in-cctv-footage

અડધો ડઝન વ્યક્તિઓના નિવેદન નોંધતી પોલીસ

જામનગર:-જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં એક શેરીમાં અજાણ્યા સખ્સો બોમ્બ પ્લાન્ટ કરી ગયાની વિગતોના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જેને લઈને પોલીસે તાત્કાલિક ડોગ સ્ક્વોડ સાથે કૃષ્ણનગર વિસ્તાર દોડી જઈ બોમ્બ કબજે કરવા સહિતની કામગીરી શરુ કરી હતી, જોકે ઘટના સ્થળે તપાસ કરતા દસ સુતળી બોમ્બની સાથે એક બેટરી અને ઘડિયાળ જોડાયેલ મળી આવ્યા હતા. જેને લઈને પોલીસને ધરપત થઇ હતી. કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં ભય ઉભો કરવાના ઈરાદે નકલી બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનું જીલ્લા પોલીસ વડા સરદ સિંઘલે જણાવ્યું હતું. બીજી તરફ ડીટોનેટર નહિ મળતા પોલીસને હાશકારો થયો હતો. બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા જે તે સખ્સની ભાળ મેળવવા આ વિસ્તાર આજુબાજુના સીસીટીવી ચેક કર્યા હતા જો કે કોઈ જેમાં બે ત્રણ સંકાશ્પદ વ્યક્તિઓ દેખાઈ આવી છે, પોલીસે આ વ્યક્તિઓની ઓળખ મેળવવા અને નકલી બોમ્બમાં તેનો જ હાથ છે કે કેમ ? તેની કડીઓ મેળવવા ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનાની જાણ કરવામાં આવતા રાજકોટ એફએસએલના અધિકારી વ્યાસ સહિતની ટીમ બપોરે જ જામનગર આવી હતી. તેઓના નિરીક્ષણમાં પણ નકલી બોમ્બ બનાવી કોઈ સખ્સો ફેકી ગયા હોવાનું સામે આવ્યું હતું. સીટી સી ડીવીજન પોલીસે કૃષ્ણનગર વિસ્તારના અડધો ડજન વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા હતા. જો કે હજુ સુધી આ વસ્તુ અહી કોણ મૂકી ગયું તે સ્પષ્ટ થયુ નથી.

Related posts

બેટી બચાવો અભિયાનનો ફિયાસ્કો, દર હજારે માત્ર 848 છોકરીઓનો જન્મ

Nawanagar Time

મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી

Nawanagar Time

ગૌભકતની જાહેરમાં સરભરા કરતા ફોજદાર સામે ક્ષત્રિય સમાજમાં રોષ

Nawanagar Time

Leave a Comment