Nawanagar Time
જામનગર

જામનગર મહાનગરપાલિકા સામે થશે આંદોલન.. જાણો કોણ કરશે ?

જામનગરમાં બેડેશ્વર માર્ગે ૧૮ પરિવારોના કાચા પાકા મકાનો મહાનગરપાલિકાએ તોડી પાડી તેનો આશરો છીનવી લીધો હતો. તેને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે ભાજપના દંડક સહિતના કોર્પોરેટરોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે અને કમિશનરની ચેમ્બર પાસે પ્રતીક ધરણાં કરવાની જાહેરાત કરી છે.

જામનગરના બેડેશ્વર માર્ગો ઓવરબ્રિજ તથા ૧૮ પરિવારોને તાજેતરમાં તંત્ર દ્વારા બેઘર કરી નાંખવામાં આવ્યા હતાં. આવા પરિવારોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી.

આથી જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના દંડક જડીબેન સરવૈયા તેમજ તેમની સાથેના જ ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ઉપરાંત હુશેનાબેન સંઘાર અને અનવરભાઈ ચમડિયાએ તા. ર૮.૧ર.ર૦૧૮ ના સવારે ૧ર થી ૬ સુધી કમિશનરની ચેમ્બર પાસે પ્રતીક ધરણાંનો કાર્યક્રમ જ્યાં સુધી પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

જો કે તેમણે એવી પણ જાહેરાત કરી છે કે આ પાર્ટી વિરૃદ્ધની લડાઈ નથી, પરંતુ બિન રાજકીય છે. અમો ભાજપના વિચારો, વિકાસ કાર્યોથી પ્રભાવિત છીએ. આથી લોકોને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવીે.

Related posts

બરડા ડુંગરના પર્વતીય નેશ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડતા દ્વારકાના આરોગ્ય વિભાગની નોંધપાત્ર કામગીરી

Nawanagar Time

સ્વિત્ઝરલેન્ડમાં આકાશ અને શ્ર્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન

Nawanagar Time

ખેલ મહાકુંભમાં થતી ગોલમાલથી કન્વીનરપદે રહેવા કોઈ રાજી નથી

Nawanagar Time

Leave a Comment