Nawanagar Time
ગુજરાત જામનગર

હાપામાં સ્ટ્રીટલાઇટ વગર અંધારા: મંજુરી અને ખર્ચ કોણ કરશે, તંત્ર અટવાય

who-will-do-the-will-without-the-streetlight-in-the-happa

જામનગર:-જામનગર પાસેના હાપામાં સ્ટ્રીટલાઇટ વગર અંધારા છે અને તંત્ર મંજુરી અને ખર્ચ કોણ કરશે તેમાં અટવાયું છે.

શહેર પાસેના અને રેલ્વે સ્ટેશન-યાર્ડ, કોલોનીઓ સાથે અત્યંત મહત્વપુર્ણ રીતે શ્રી જલારામ મંદિરથી જાણીતા હાપામાં સાવ ઉજ્જડ જેવી સ્થિતિ છે. જ્યાં જ્યાં હોય ત્યાં ગંદકીઓ, વાહનોના સતત ઘોંઘાટ, ભારે વાહનોના અવરજવરનો ત્રાસ, રોગકારક જંતુઓના ઉપદ્રવ, રસ્તાના કંઇ ઠેકાણા નથી, હાપામાં મીની ઉદ્યોગનગર જેટલા કારખાનાઓ છે તેને લગત પ્રાથમીક સુવિધાઓ નહીં નાગરીકોને પાયાની સવલત નહીં તેમાં વળી અનેક પ્રશ્ર્નોની જેમ સ્ટ્રીટલાઇટનો પ્રશ્ર્ન પણ ઉઠયો છે. જેના જવાબમાં પીજીવીસીએલના સતાવાળાઓએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટ માટે એલ.ટી. લાઇન ઉભી કરવાની થાય છે એ માટે અંદાજપત્ર બનાવાયું છે જે માટેનો ખર્ચ લગત સતામંડળ મંજુર કરે એટલે આગળ વધુે તેમ છે.

સરકારની નેમ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવુ તેમાં ઘણીવખત અમુક સરકારી વિભાગો કે તેના અમુક કર્મચારીઓ ધારે તો જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સર્વે કરીને સ્વયં કામો પુરા કરવા તસ્તી તો ન લે ઉપરથી મંજુર થયેલા કામો પણ ટલ્લે ચઢાવે જેના ફોલોઅપમાં નાગરીકો અને અમુક જનપ્રતિનિધિઓ થાકી જાય છે. અનેક ગામો, વિસ્તારોમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, વીજ પુરવઠો, રોડ, સિંચાઇ સહિતના પાયાના પ્રશ્ર્નો પડતર હોઇ છેવાડાના માનવી સુધી હજુ સુવિધા પહોંચાડવી બાકી છે.

Related posts

સિક્કા: નિર્લજજ હુમલાના પ્રકરણની ફરિયાદ શંકાસ્પદ

Nawanagar Time

આ ગામના યુવકોને કોઈ છોકરી આપવા તૈયાર નથી, જાણો શું છે કારણ

Nawanagar Time

ખંભાળિયા પાલિકા અને પાણી પુરવઠા બોર્ડના ગજગ્રાહમાં જનતાનો મરો

Nawanagar Time

Leave a Comment