Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક લડે તો ભાજપમાંથી કોણ ટક્કર આપશે? પૂનમબેન કે રિવાબા?

who-will-fight-against-bjp-in-a-hardik-fight-poonamben-or-rivaba

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે હાર્દિકને લડાવવા દિલ્હી સુધી વાત પણ કરી લીધાંની ચર્ચા

જામનગર:-ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જામનગરની બેઠક ચર્ચામાં આવી છે. મોદીની સભાના આગલા દિવસે રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં ભળી ગયા છે. પીએમની સભા પછી હાર્દિક પટેલ  બેઠક પરથી લડશે, એવું નક્કી થઇ ગયું છે. હવે જોવાનું એ છે કે હાર્દિક લડે તો સામે ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમ લડશે કે પછી રીવાબાને તક મળશે? તે મુદ્દે જામનગરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપ દ્વારા  ‘નો રિપીટ’ થિયરી અમલમાં મૂકવા મન બનાવાયું  ત્યારે કંઈક નવું કરવામાં માનતા વડાપ્રધાન મોદી જામનગરમાં પણ આ જ સ્ટ્રેટેજી અપનાવી શકે છે. પૂનમબેન માડમ ભાજપના સાંસદ છે જેની સામે તેમના કાકા વિક્રમભાઈ માડમ કોંગ્રેસમાં છે, તેઓ પણ સાંસદ રહી ચૂક્યા છે. હાલ ધારાસભ્ય એવા વિક્રમ માડમ તેમને ટક્કર આપી રહ્યાં છે. આ સિવાય પૂનમ માડમ આંતરિક  ભોગ બને તો આ બેઠક મુશ્કેલીમાં મુકાઇ શકે. જેથી મોદી યુવા ચહેરા તરીકે રીવાબાને મેદાનમાં ઉતારી શકે છે. જેને કારણે આહિર અને ક્ષત્રિયોના મતોનો પૂરેપૂરો લાભ મળે.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ હાર્દિકને કોંગ્રેસમાંથી લડાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. જેના માટે તેમણે સીધી દિલ્હી રાજીવ સાતવ સાથે વાત પણ  લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે  અને વિક્રમભાઈને ચૂંટણી લડવી નથી, પણ હાર્દિકને કોંગ્રેસમાંથી લડાવો છે. હાર્દિક જામનગરથી ચૂંટણી લડે તે માટેની તૈયારી થઇ રહી છે. હાર્દિક અને રીવાબા બન્ને પ્રથમ વખત ચૂંટણી લડે અને બન્ને યુવા નેતાઓ છે. બન્ને પક્ષની શાખ દાવ પર લાગે તે નક્કી છે, જો  બન્ને લડે તો કોણ જીતે એની ચર્ચાઓ પણ અત્યારથી થઇ રહી છે.

હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાંથી લોકસભા લડશે તે વાત ઘણા સમયથી ચાલી રહી છે. પહેલા અમરેલી પછી પોરબંદર અને હવે જામનગર. પરંતુ જો તે પોરબંદર અને અમરેલીમાં લડે તો સામે પાટીદાર ઉમેદવારનો સામનો કરવો પડે. જેમા લેઉવા- કડવાનો મતોનું  થાય. જામનગરથી શું કામ લડે તે પાછળ રાજકિય તર્ક છે. અંદાજીત 16 લાખની મતદાતા ધરાવતા જામનગર સીટ ઉપર લેઉવા-કડવાના મતદારો સૌથી વધુ છે. મોટી વાત એ છે કે સામે કોઇ પાટીદાર ઉમેદરવાર ન લડે તો લેઉવા-કડવાનો ભેદ અહીં રહે નહીં માટે પૂરા પાટીદાર સમાજનો ફાયદો હાર્દિકને મળે.

જામનગરમાં વિધાનસભાની  બેઠક આવે જેમાં 4 બેઠક કોંગ્રેસ પાસે છે જેનો ફાયદો હાર્દિકને મળે તે સિવાય જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. ગામડાઓમાં તેનો ફાયદો પણ મળે. સિદસર પાટીદારોનું ધાર્મિક સ્થળ છે જે આ જિલ્લામાં આવે જેથી કડવા પટેલનો સાથ સરળતાથી મળે.  જામનગરના ભૂતકાળના રાજકરાણ પર નજર કરીએ તો પાટીદાર સાંસદો જીત્યા  અને ફાવ્યાં છે. વિક્રમ માડમ હાર્દિકને સપોર્ટ આપે તો આહિર મતો પણ હાર્દિક તરફ વળે.

તાજેતરમાં રીવાબા કરણી સેના મહિલા વિંગના પ્રમુખ બન્યા બાદ સામાજિક ક્ષેત્રે સક્રિય થયા છે. જામનગર બેઠકમાં ક્ષત્રિય સમાજના મોટા મતો છે, નવો ચહેરો છે, યુવા મહિલા છે અને રવિન્દ્ર જાડેજાના પત્ની એટલે સેલિબ્રિટી છે.

Related posts

રોગચાળોના આંકડા છૂપાવવાનો jmcનો પ્રયાસ

Nawanagar Time

દરેડ જીઆઇડીસી ફેસ-3માં વિકરાળ આગ

Nawanagar Time

જામનગરમાં બિલ્ડરોને શિરપાવ, ગરીબોના મકાનો ઉપર બુલડોઝર

Nawanagar Time

Leave a Comment