Nawanagar Time
નેશનલ

કોને મત આપવો? 14% મતદારો છેલ્લી ઘડીએ લે છે નિર્ણય

whom-to-vote-14-of-the-voters-take-the-decision-at-the-last-minute

45 ટકા મતદારો અગાઉથી જ નક્કી કરે છે કે કોને મત આપવો: સૌથી રસપ્રદ વિશ્ર્લેષણ-સર્વે

નવી દિલ્હી:-દેશમાં રાજનેતાઓ મતદાનના થોડા દિવસ પહેલા જ પોતાનું બધુ જોર પ્રચારમાં શા માટે વાપરે છે આનો જવાબ ભારતીય મતદારોની માનસિકતામાં છુપાએલો  દેશના લગભગ 45% મતદારો ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થયા પછી નક્કી કરે છે કે કોને મત આપવા માંગે છે. ભારત અને પશ્ચિમ દેશો, ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના મતદાન વખતે કરવામાં આવેલા એકઝિટ પોલ જણાવે છે કે લગભગ 14% ભારતીયો મતદાનની આગલી સાંજે નક્કી કરે છે કે તે કોને મત  માંગે છે. આ એવું તથ્ય છે જે ચૂંટણીના અખાડામાં રહેલા પહેલવાનો અને પક્ષોને છેક સુધી ટેન્શનમાં રાખે છે. ગઇ લોકસભા ચૂંટણી દરમ્યાન સીએસડીના એકઝિટ પોલને આધાર બનાવીએ તો 2019 લોકસભા ચૂંટણીમાં કુલ 90 કરોડ મતદારો માંથી 13 કરોડ મતદારો મતદાનના દિવસે જ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. સીએસડીએસના એકિઝટ પોલમાં  ટકા મતદારોએ સર્વે દરમ્યાન પોતાની મતદાનની આદત અથવા કઇ બાબતોના આધારે ઉમેદવારને પસંદ કરે છે તે બાબતે કહેવાની ના પાડી. જો કે 13 ટકા એવા ભારતીય મતદારો છે જે પોતાનો નિર્ણય છેલ્લા દિવસ પર નથી રાખતા. આ મતદારો મતદાનના એક અઠવાડિયા પહેલા પોતાનો ઉમેદવાર નક્કી કરી રાખે છે. આ  સંખ્યા 12 કરોડ છે જે મતદાનના એક અઠવાડિયા પહેલા પોતાનો મત કોને આપવો તે નક્કી કરે છે.

18 ટકા મતદારો પાકો ઇરાદો કરીને બેસી જાય છે. ચૂંટણી પ્રચાર શરૂ થતાં જ તે પોતાનો ઉમેદવાર નક્કી કરી લે છે. આવા મતદારો અચાનક ઉભા થનારા ઘટનાક્રમ, રાજકીય ભૂલો અથવા પક્ષો દ્વારા  પ્રચારના ચઢાવ-ઉતારથી પ્રભાવિત નથી થતા. દિલચશ્ય વાત એ છે કે દેશના 47 ટકા મતદારો વફાદાર છે, આ મતદારો જ માયાવતી (બસપા), અખિલેશ યાદવ (સપા) અને અન્ય સુબાઓની રાજકીય મજબૂતિની ઓળખ છે. સાબિતિઓથી જાણી શકાય છે કે રાજકીય પક્ષો આ વોટીંગ પેટર્નને બરાબ જાણે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જોઇએ તો  અને તેના સહયોગી પક્ષોએ ઉત્તર પ્રદેશમાં 80 માંથી 73 લોકસભા બેઠકો જીતી હતી. તે વખતે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અચાનક ત્રણ ચરણ પુરા થયા પછી ઉત્તર પ્રદેશમાં જોરદાર પ્રચાર શરૂ કર્યો હતો અને રેલીઓનો ઢગલો કરી દીધો હતો.

બ્રિટનના મતદારો ચૂંટણીની બહુ પહેલા જ નક્કી કરી લેતા  છે. ત્યાં વોટર અથવા ચૂંટણીની જાહેરાત થતાં પહેલાં જ પોતાનું મન બનાવી લેનાર મતદારો કુલ મતદારોના 51 ટકા હોય છે. અહીંયા છેલ્લી ઘડીએ નક્કી કરવનારા મતદારો ફકત 7 ટકા જ છે. અમેરિકન મતદારો ભારતીય મતદારો જેવા જ હોય છે. 2016ની અમેરિકન ચૂંટણીમાં 8 ટકા મતદારો એવા હતા જેમણે મતદાનના  જ નક્કી કર્યું હતું કે કોને મત આપવો છે. ત્યાં મતદાનના એક અઠવાડિયા પહેલા નક્કી કરનારા પ ટકા મતદારો હતા.. જયારે 24 ટકા મતદારોએ ટ્રમ્પ અને હિલેરી કલીન્ટનના ચૂંટણી પ્રચાર શરૂ થયા પછી નક્કી કર્યું કે કોને મત આપવો છે. જયારે 60 ટકા મતદારો સુનિશ્ચિત હતા કે કોને મત  છે.

Related posts

પાંચ મહિના મફતમાં ટીવી ચેનલ્સ જોવી છે?

Nawanagar Time

કુકર્મના કેસમાં ઝડપથી પ્રક્રિયા માટે 1023 સ્પેશ્યલ કોર્ટ બનાવાશે

Nawanagar Time

પૈસા, સમય બધુ જ વ્યર્થ ગયું: દુતિ ચંદ

Nawanagar Time

Leave a Comment