Nawanagar Time
ગુજરાત જામનગર

હાપા દારૂ પ્રકરણમાં પંચકોશી પોલીસ જ કેમ દોષિત?

why-panchavashi-police-in-hapa-alcohol-chapter-are-guilty

પીએસઆઈ ડાભી અને ત્રણ પોલીસ જવાન સસ્પેન્ડ

જામનગર:-જામનગરના હાપા ઔદ્યોગિક વિસ્તારમાંથી પકડાયેલા અડધા કરોડના દારૂ પ્રકરણમાં એસપીએ પંચ કોશી  ડિવિઝન પોલીસના જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેકટર અને બે હેડ કોન્સ્ટેબલ તથા એક પોલીસ કોન્સ્ટેબલને કસૂરવાર ઠેરવી સસ્પેન્ડ કરી દઈ આ પ્રકરણ પરથી પડદો પાડી દેવાયો છે. જો પંચકોશી પોલીસની બેદરકારી માનવામાં આવી હોય તો એલસીબીની જવાબદારી કઈ નહીં? આ સવાલ ખૂદ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટ રેન્જ  અઠવાડિયા પૂર્વે પંચ કોશી એ ડિવિઝન વિસ્તારમાં આવેલ હાપા ઓદ્યોગિક વિસ્તારમાં એક કારખાનામાં દરોડો પાડી અડધા કરોડનો દારૂ પકડી પાડ્યો હતો. છેક હરિયાણાથી અહીં લઈ આવી કારખાનામાં લોડ કરી દેવાયા સુધી ચાર રાજ્યોની હદની સફર કાપી હતી. છતાં પણ આ તોતિંગ જથ્થો એકેય પોલીસની નજરે કેમ ન ચડયો? છેવટે  સેલ પોલીસના હાથમાં આવી ગયો દારૂ અને આઠ આરોપીઓ, બીજી તરફ પોલીસ વડાએ આ પ્રકરણમાં તટસ્થ તપાસના ઇરાદે લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી દીધી હતી અને જે તે પોલીસ દફ્તરની હદમાંથી દારૂ પકડાયો એ પંચ કોશી એ ડિવિઝન પોલીસના જવાબદાર અધિકારી અને પોલીસકર્મીઓ કસૂરવાર અને બેદરકાર છે કે કેમ

તેની ખાતાકીય તપાસ સોંપાઈ અને પૂર્ણ પણ કરી  દેવાઈ, તપાસના અંતે પીએસઆઈ ડાભી સહિતના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે.

પોલીસવડાએ આમ કરીને પ્રકરણ પરથી નજર હટાવી લેવાનો પ્રયાસ કર્યો હોવાની ખુદ પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે આ પ્રકરણમાં પ્રથમ દૃષ્ટિએ પંચ એ  પોલીસ કસૂરવાર છે જ, પરંતુ સમગ્ર જિલ્લાની જવાબદારી છે તેવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ પંચ એ ડિવિઝન પોલીસ જેટલી જ કસૂરવાર છે એમ વિદ્વાનો મત દર્શાવી રહ્યા છે. અહીં તો ઉલટી સ્થિતિ થઈ છે એલસીબી પર સિકંજો કસવાને બદલે આ પ્રકરણમાંથી ન સિર્ફ બચાવી લેવાઈ પરંતુ તપાસ પણ સોંપી  આ કાર્યપ્રણાલી કેટલી યોગ્ય? એ વિષય પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

શાસકો સૂતાં રહ્યાં, વિપક્ષે કર્યા વધામણાં

Nawanagar Time

ઓડિટ શાખાએ લાઈટ શાખાની ઝાટકણી કાઢી, અનેક પ્રશ્નો ઊભા થયા

Nawanagar Time

એસટીના ડી.સી.એ કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં બેઠકો યોજતાં કર્મચારીઓમાં હોબાળો

Nawanagar Time

Leave a Comment