Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં પતિને ફરજ પર જવાની ચિંતામાં સૈનિક યુવાનની પત્નિનો આપઘાત

wifes-suicide-self-pity-worried-about-husband-going-to-duty

ખંભાળિયાનો અરેરાટીજનક બનાવ: અગાઉ પણ જવાન સાથે થઇ હતી દુર્ઘટના

ખંભાળિયા:-ખંભાળિયામાં રહેતા એક સૈનિક  તેમની ફરજ પર પુન: જવાનું હોવાથી દૂઘર્ટનાઓથી વ્યથીત બનેલા આ જવાનના ધર્મપત્નીએ ગત રાત્રે ગળાફાંસો ખાઇને જીંદગી ટૂંકાવી લીધી હતી.

આ કરૂણ બનાવની વિગત મુજબ ખંભાળિયાના યોગેશ્ર્વર નગર નં.1માં રહેતા ભુપેન્દ્રસિંહ અમરસંગ જેઠવા નામના 29 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવે છે. છેલ્લા આઠેક  જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે આર્મીમેન તરીકે તેઓ સેવા આપી રહ્યા છે.

ભુપેન્દ્રસિંહના લગ્ન આજથી આશરે બે વર્ષ પહેલા મહિપતસિંહ કેશુભા રાયજાદાની સુપુત્રી મિનાક્ષીબા સાથે થયા હતાં. દરમિયાન થોડા સમય પૂર્વે ભુપેન્દ્રસિંહ જેઠવા જમ્મુ કાશ્મીરમાં તેમની ફરજ પર હતા, તે દરમિયાન સૈનિક ટૂકડી પર બરફનો પહાડ પડવાની દૂઘર્ટના થઇ હતી.  તેમની સાથેના કેટલાક સૈનિકો દબાઇ ગયા હતાં. છેલ્લા થોડા દિવસોથી ભુપેન્દ્રસિંહ અત્રે તેમના ઘરે આવ્યા હતાં. અને તેમની રજાઓ પુરી થતાં તેમની પુન: કાશ્મીર ફરજ પર હાજર થવાનું હતું. આ વચ્ચે તાજેતરમાં પુલવામાં સૈનિકો પર થયેલા આતંકવાદી હુમલામાં 44 જવાનો શહીદ થયાના બનાવના મિનાક્ષીબા જેઠવા (ઉ.વ.22)ના મગજમાં ઘેરા પ્રત્યાઘાતો  હતા અને તેઓ સતત ચિંતાગ્રસ્ત હાલતમાં રહેતા હતાં. સૈનિક પતિને બે દિવસ પછી પુન: ફરજ પર જવાનું હોવાથી તનાવગ્રસ્ત મિનાક્ષીબાએ શનિવારે મોડી રાત્રીના કોઇપણ સમયે પોતાના ઘરે રૂમમાં રહેતા પંખામાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા રવિવારે તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

મૃતક પરિણીતાને કોઇ સંતાન ન હતું. આ બનાવે  પરિવારજનો સાથે શહેરભરમાં શોક અને અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ અંગે અહિંના ઇન્ચાર્જ પીઆઇ ચાવડા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

જામજોધપુરમાં મહિલા કર્મચારીના ઇલુ-ઇલુની ગલીએ ગલીએ ચર્ચા

Nawanagar Time

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને સ્વાઈન ફલૂ

Nawanagar Time

ગરીબ સવર્ણ ઉમેદવારોને નોકરીમાં મળશે વય છૂટછાટ

Nawanagar Time

Leave a Comment