Nawanagar Time
સ્વાદ પકવાન

બે હાથે ફટાફટ ખાય જશે, બનાવો જયપુરી મિર્ચી વડા

will-eat-fast-on-both-hands-create-jayapuri-mirchi-vada

સામગ્રી

  • 4 નંગ – લાંબા મોટા મરચા
  • 1 બાઉલ – ચણાનો લોટ
  • 2 નંગ – બાફેલા બટેટા
  • 1 ચમચી – લાલ મરચું
  • 1 ચમચી – ગરમ મસાલો
  • 1/2 ચમચી – આમચૂર
  • સ્વાદાનુસાર – મીઠુ
  • તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બટેટાને મેશ કરી લો. હવે તેમા લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠુ અને આમચૂર મિક્સ કરી લો. હવે દરેક મરચાને વચ્ચેથી ચીરો લગાવી લો. ધ્યાન રહે કે તેને આખું કટ ન કરો. હવે મીડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યા સુધી મરચાના બીયા નીકાળી લો. અને તેમા બટેટાનું મિશ્રણ ભરી લો. બીજી બાજુ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠુ અને પાણી ઉમેરીને તેનુ મિશ્રણ બનાવી લો. હવે તેલ ગરમ થાય એટલે મરચાને ખીરામાં ડીપ કરીને તેલમાં તળી લો. આછા બ્રાઉન રંગના થાય એટલે નીકાવી લો, તૈયાર છે જયપુરી મિર્ચી વડા..

Related posts

હવે રીંગણા નહિ પરંતુ આ કારેલાનો ઓળો ખાઈ મજા પડી જશે

Nawanagar Time

આ રેસીપી સ્પેશિયલ ચાઇનીસ શોખીન માટે : બનાવો આ મશરૂમ ચિલી નૂડલ્સ.

Nawanagar Time

બાળકોને ખાવાની મજા પડી જાય તેવી છે આ ટોમેટો ચીઝ ચકરી

Nawanagar Time

Leave a Comment