Nawanagar Time
નેશનલ

શુ એર સ્ટ્રાઇકના કારણે 2019ની લોકસભા ચૂંટણીનો શિડ્યુલ બદલાશે?

will-the-2019-lok-sabha-elections-schedule-change-because-of-the-air-strike

નવીદિલ્હી:-પુલવામા હુમલા અને વાયુસેનાની કાર્યવાહી બાદ લોકસભા ચૂંટણીની તારીખોમાં ફેરફારને લઇ ઉઠી રહેલા પ્રશ્નોને ધ્યાનમાં  મંગળવારે ચૂંટણી પંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તેઓ હાલ દેશના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ચૂંટણી કમિશ્નર અશોક લવાસા એ આ બાબતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ચૂંટણી પંચ સંવિધાન દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે આગળ કહ્યું  ચૂંટણી પંચ પુલવામા આતંકવાદી હુમલા અને વાયુસેનાના હવાઇ હુમલા તરીકે સરકારના જવાબ બાદ દેશમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. લવાસા એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા અને તેના પર સરકારની તરફથી જવાબી કાર્યવાહીના લીધે સામાન્ય ચૂંટણીને લઇ આયોગના કાર્યક્રમ  અસર પડશે. લવાસા એ કહ્યું કે ચૂંટણી પંચ અત્યાર સુધી થયેલા તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને અમારી સંવિધાન દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવાની જવાબદારી છે.

ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઇ મુંબઇમાં પત્રકાર પરિષદ કરી હતી. લવાસા એ કહ્યું કે અમે અહીં ચૂંટણીની  લઇ બે દિવસની સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે તેમણે તમામ રાજકીય પાર્ટીઓની સાથે મીટિંગ કરી છે.

Related posts

મોદીરાજમાં કોને કયું ખાતું?

Nawanagar Time

ફિલ્મ બાબતે હું ચુઝી બની જાઉં છું : અદા

Nawanagar Time

મોદીની કાર છે ટેન્ક કરતા પણ મજબૂત, ભાગ્યે જ કોઈને ખબર હશે કારના આ ફીચર્સ

Nawanagar Time

Leave a Comment