Nawanagar Time
અજબ-ગજબ

ત્રણ લાખ વર્ષ અગાઉ લુપ્ત થયેલાં મેમથનું પૃથ્વી પર ફરી આગમન થશે?

વિજ્ઞાનીઓની આંતર રાષ્ટ્રીય ટીમે વિલુપ્ત થઇ ચુકેલા જીવ વૂલી મેમથનું આખું જીનોમ સિકવન્સ તૈયાર કર્યુ છે. અમેરિકાનાં વિજ્ઞાનીઓની એક ટીમ પહેલાંથી જ હાથીનાં સ્ટેમ સેલ્સમાં મેમથનાં જનીનો નાખીને તે અંગે અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિજ્ઞાનીઓ આ પ્રયોગ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, મેમથ પોતાના અન્ય સંબંધીઓ કરતાં કઇ રીતે અલગ હતાં અને તેમનાં શરીરમાં એવા તે કયા બદલાવો આવ્યાં જેને પરિણામે તેઓ હિમયુગમાં પણ જીવિત રહી શકયાં હતાં.

વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલા આ નવાં જીનોમ સંશોધનની માહિતી ‘કરંટ બાયોલોજી’ નામના મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવી હતી. સ્ટોકહોમનાં સ્વિડિશ મ્યુઝિયમ ઓફ નેચરલ ડિસ્ટ્રીનાં ડોકટર લવ ડેલેને બીબીસી સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ડીએનએસીકવન્સની મદદથી એ વિનાનીઓને મદદ મળશે જેઓ આ જીવને ફરીવાર જીવિત કરવા માગે છે.

એક જીવિત મેમથ કઇ રીતે ચાલે છે અને કેવો વ્યવહાર કરે છેે એ, જોવું ખરેખર મજેદાર બની રહેશે. જો કે, ડોકટર ડેલેન અને તેમની સાથે કામ કરનારા વિજ્ઞાનીઓ મેમથને ફરીવાર જીવિત કરવાનાં પ્રયાસ નથી કરી રહ્યાં, પરંતુ સાન ફાન્સિસ્કો સ્થિત સંસ્થા લોંગ નાઓ ફાઉન્ડેશન આવું કરવા માગે છે. પોતાની વેબસાઇટ પર નાઓ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, તેમનો ઉદેશ્ય એવા મેમથને જન્મ આપવાનો છે, જે યુરેશિયા અને ઉત્તરી અમેરિકાના ટુંડ્રાનાં ઠંડા પ્રદેશોમાં રહી શકે.

આ સંસ્થા હાવર્ડ યુનિવર્સિટીની એ ટીમની મદદ કરી રહી છે જે જીનેટિક એન્જિનિયરિંગની ટેકનિકની મદદથી હાથીમાં મેમથનાં જનીનો નાંખવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે સંસ્થાનું કહેવું છે કે, અત્યારસુધી તેમણે મેમથના લોહી, ચરબી અને વાળનાં જનીનો હાથીમાં નાંખ્યા છે. સંશોધકો મેમથનાં રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરીને આ સેલ્સની ઓકિસજનનો સંગ્રહ કરવાની ક્ષમતા અંગે જાણકારી મેસળવવા માગે છે, જેથી મેમથનાં શરીર અંગે વધુ જાણકારી મેળવી શકાય.

સંશોધકોનો દાવો છે કે, આ જ પ્રયોગો પરથી એ જાણવા મળશે કે મેમથની ચરબી અને વાળ કેવી રીતે વધતાં હતાં. લોંગ નાઓ ફાઉન્ડેશનનું કહેવું છે કે, આ પદ્ધતિનાં ઉપયોગથી મેમથનું કલોન તૈયાર કરવાનો પ્રયાસ 2018ના વર્ષમાં શરૂ કરી શકાશે. મેમથ આજથી ચાર હજાર વર્ષ અગાઉ વિલુપ્ત થઇ ગયાં હતાં. વિલુપ્ત થવાનાં સમયે મેમથની સાથે શું થયું હતું એ જાણવા માટે જ ડોકટર ડેલેન અને તેમનાં સહયોગીઓએ મેમથનાં ડીએનએનું સિકવન્સ તૈયાર કર્યું છે. જીનેટિક ડેટા પરથી એ પણ જાણવા મળ્યું હતું કે, ત્રણ લાખ વર્ષ અગાઉ મેમથની સંખ્યામાં ઘટાડો થયો હતો.

ભુ્રણ બનાવીને તેને ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરીને ગર્ભાધાન કરાવી પરિણામો મેળવાશે
વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ રીતે મેમથને જન્મ આપવાની દિશામાં હજુ ઘણાં બધાં વિઘ્નો છે. મેમથનાં કલોન બનાવવા અંગે પુસ્તક લખનાર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં પ્રોફેસર બેથ શોપાયનું કહેવું છે કે, પ્રયોગશાળામાં જેના જનીનમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યાં હોય તે કોષ અને એક જીવિત પ્રાણીના કોષમાં વધુ તફાવત નથી. કારણ કે, આ કોષમાંથી ભુ્રણ બનાવીને તેને એક ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરીને ગર્ભાધાન કરાવવું પડશે અને તે ગર્ભાધાન સફળ રહે અને તેમાંથી એક સ્વસ્થ બાળકનો જન્મ થાય તેવા પ્રયત્નો કરવા પડશે. જો કે, હાથી માટે આ ગર્ભાધાન કરવું શકય નથી, કારણ કે, આવું કરવાનાં પ્રયત્નો કવરા એ હાથી માટે કષ્ટદાયી બનશે અને નૈતિકતાની દ્રષ્ટિએ પણ તે યોગ્ય નથી. આથી, શેપાય મેમથને ફરીથી જીવિત કરવાનાં વિચારનો વિરોધ કરે છે. તેમણે તેનાં વિરોધમાં જણાવ્યું હતું. કે, હાથ સામાજિક પ્રાણી છે. એક મેમથને જન્મ આપીને તેને એકલો બાંધી રાખવો એ યોગ્ય નથી.

Related posts

જાણો કે, કઈ રીતે થઇ વેલેન્ટાઈન ડે શરૂઆત…

Nawanagar Time

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર કે જે સદીઓ જૂનું છે, એમાં મંદિર નીચે જે મળ્યું જાણી ચોંકી જશો…

Nawanagar Time

એક કિલો ચાની ભૂક્કીની કિંમત રૂા.75 હજાર!

Nawanagar Time