Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો જીતાડીશું: ધારાસભ્ય ચિરાગ કાલરિયા

will-win-if-haridik-will-contest-jamnagar-election-mla-chirag-kalaria

જામનગર:-લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર જોવા મળી રહી છે. ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડી બે  ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. જ્યારે હજુ પણ કેટલાક ધારાસભ્યો ભાજપ ના સંપર્કમા હોવાની વાત ચાલી રહી છે. જે પૈકી એક નામ છે જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું છે. ત્યારે આજે ચિરાગ કાલરીયાએ રાજકોટની મુલાકાત દરમિયામ જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસની વિચારધારાને વરેલા છે. જેથી તેઓ કોંગ્રેસ પક્ષ ને  છોડે. ભાજપ ડરી ગઇ હોવાથી આવી અફવા ફેલાવી રહ્યું છે. હાર્દિક પર નિવેદન આપતા કહ્યું હતું કે, હાર્દિક પટેલ જો જામનગરથી ચૂંટણી લડે તો તેને તન મન અને ધનથી પૂરો ટેકો આપવા તૈયાર છીએ. એટલું જ નહીં તેઓ એ વિશ્વાસ સાથે દાવો કર્યો છે કે આ વર્ષે જામનગર લોકસભા  પર કોઈ પણ સંજોગોમા કોંગ્રેસની જીત નિશ્ચિત છે.

Related posts

નાગરિકતા કાયદાના સમર્થનમાં સંતો-મહંતો-નેતાઓની રેલી

Nawanagar Time

કોરોનાને હરાવવા શહેરના 12292 ઘરોમાં સઘન સર્વે

Nawanagar Time

જામનગર અને દ્વારકામાં આઈટીઆઈ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Nawanagar Time

Leave a Comment