Nawanagar Time
ગુજરાત જામનગર

પવનચક્કીઓની જોહુકમી સામે તપાસ આરંભતુ ખનીજતંત્ર

wind-turbines-against-tyranny-arambhatu-khanijatantra

જામનગર:-હાલારમાં કાર્યરત પવન ચકકીઓમાંથી અમુક સામે ફરીયાદો ઉઠતી રહે છે તેમાંય શરતભંગ, અન્ય એનઓસી ન લેવા તેમજ રેતી કાંકરી પથ્થર મોરમના ઉપયોગ અંગે મંજુરી ન લેવી કે રોયલ્ટી ચોરી કરવી વગેરે પ્રકારની અનેક ફરીયાદો જુદા જુદા ગામો અને તાલુકાઓમાંથી ઉઠે છે.

આવા પ્રશ્ર્નના ઉત્તરમાં ખાણખનીજ અધિકારીને જણાવ્યું હતું કે એકપણ પવનચકકી માટે ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાંથી મંજુરી મેળવાઇ નથી માટે હવે રેતી, માટી, મોરમ, પથ્થરો વગેરે ખોદાયા હોય, તેના વહન અને ઉપયોગ થયા હોય તે બાબતે તપાસ કરી કેટલી રોયલ્ટી ચોરી થઇ હશે તેની તપાસ હાથ ધરાવાતું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં નવી 128 પવનચકકીઓ માટે જુદી જુદી સાત કંપનીઓને મંજુરી અપાઇ છે જે માટે રેવન્યુ વિભાગ શરતોને આધિન ભાડાપટ્ટે સરકારી પડતર ખરાબા વગેરે ફાળવે છે અને લગત અન્ય વિભાગો કોઇ લાગુ પડતા હોય તો તેની મંજુરી ત્યાંથી મેળવી લેવી નહી તો શરત ભંગ ગણાશે તેવુ વિસ્તૃત હુકમમાં દર્શાવાયું હોય છે તેમ છતાં પવનચકકીઓમાંથી અમુક ઇન્સ્ટોલેશન એવા છે કે ત્યાં સુધી રોડ બનાવાયા છે તે માટે કોની મંજુરી લેવાઇ તેનો જવાબ તંત્ર પાસે નથી.

Related posts

શહેરમાં કોરોના સંક્રમણ વધતાં પોલીસ તંત્ર એલર્ટ

Nawanagar Time

એક વર્ષ પહેલા બનેલા સીસીરોડમાં ભ્રષ્ટાચારના ગાબડાં, કોંક્રિટ ઉખડી ગઈ

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં જાહેરનામાંનો ભંગ કરનાર અનેક શખસો સામે કાર્યવાહી

Nawanagar Time

Leave a Comment