Nawanagar Time
ગુજરાત જામનગર

ચેલામાં એસઆરપી દ્વારા દબાણના આરોપ સાથે બપોર બાદ ગામ બંધ

with-the-accused-of-pressure-by-srp-in-chail-the-village-closed-in-the-afternoon

એસઆરપી દ્વારા ખાનગી જમીનમાંથી પાઈપલાઈન કાઢવામાં આવતાં ખેડૂતોમાં રોષ: ધારાસભ્ય વલ્લભ ધારવિયા દોડી આવ્યા

જામનગર:-જામનગર નજીક આવેલાં ચેલા ગામે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા એસઆરપી કેમ્પ બનાવવા જમીન ફાળવી છે અને અહીં ડેવલપમેન્ટ શરૂ કરવા ખાનગી જમીનમાંથી પાઈપલાઈન નાખવામાં આવતાં ગામમાં રોષની લાગણી ફાટી નીકળી છે. ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે પાઈપલાઈન નાખવાના મુદ્દે સરપંચ સહિતના ગ્રામજનોએ કામગીરી અટકાવતાં ભડકા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ધારાસભ્ય વલ્લભ ધારવિયા સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયાંનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ, જામનગર નજીક આવેલાં ચેલા ગામમાં સરકાર દ્વારા એસઆરપી કેમ્પસ માટે જમીન ફાળવવામાં આવી છે. જે અન્વયે હાલમાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ  આ પાઈપલાઈન ચેલા ગામના સરપંચ રાજેન્દ્રસિંહ ભટ્ટીની માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવતાં ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે અને હાલતુરંત આ કામગીરી અટકાવી દઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ એસઆરપીના સેનાપતિ એન.એમ. પટેલે જણાવ્યું હતું કે, આ પાઈપલાઈન નાખવાની કામગીરી કાયદેસર જ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટરની મંજૂરી બાદ જ કામ શરૂ કરાયું છે. જો કે, સામે પક્ષે સરપંચ રાજેન્દ્રસિંહનું કહેવું છે કે, આ અંગે અમોને કોઈ જાણ કરવામાં આવી નથી.

દરમિયાન ચેલા ગામમાં એસઆરપી અને ગ્રામજનો વચ્ચે ખાનગી જમીનમાંથી પાઈપલાઈન પસાર કરવા મુદ્દે વિવાદ સર્જાતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા અને જિલ્લા યુવક કોંગ્રેસના હેમંત ખવા સહિતના આગેવાનો પણ દોડી ગયાં છે.

વધુમાં ચેલા ગામનો વિવાદ વધુ વકરે તેવા એંધાણ વચ્ચે આજે બપોર બાદ ‘ચેલા બંધ’નું એલાન પણ આપવામાં આવ્યું હોય, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

તાલીમ પૂર્ણ થતાં રાજ્યમાં 48 મામલતદાર તાલુકા મથકે મૂકાયાં

Nawanagar Time

ઘર આંગણે શાકભાજી ઉછેર કેમ કરવો? રવિવારે જામનગરમાં સેમીનાર

Nawanagar Time

રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેને આ પ્રોજેક્ટ અંગે આપી ખાતરી, મોદીને રજૂ કરાશે રીપોર્ટ

Nawanagar Time

Leave a Comment