Nawanagar Time
ગુજરાત જામનગર

ન્યાયની માંગ સાથે જામનગરમાં વણિક સમાજની રેલી

with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar

વણિક કંદોઇ પરિવારના આપઘાત પ્રકરણમાં તટસ્થ તપાસ કરવા કલેકટરને રજૂઆત

જામનગર:-જામનગર શહેરમાં વણિક કંદોઇ સુખડીયા જ્ઞાતિ(જૈન) સમાજના એક જ પરિવારના બાળકો સહિતના 5 લોકોના આપઘાતથી હાહાકાર મચી ગયો છે. આપઘાતનું કારણ આર્થિક સંકડામણ અને બેંકના હપ્તા ચડત થઇ જતાં કર્યુ હોવાનું જાહેર થયું હતું. જે જૈન સમાજને ગળે ન ઉતરતા અને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાથી તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે. જેથી સમાજ દ્વારા આજે મૌન રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગરના કિશાન ચોક વિસ્તારમાં મોદીવાડના ડેલામાં રહેતા વણિક કંદોઇ સુખડીયા જ્ઞાતિના અને ફરસાણની ફેરી કરીને વેપાર કરતા દિપક પન્નાલાલ સાકરીયા (ઉ.વ.42), તેમજ પરિવારના વૃઘ્ધ માતા જયાબેન (ઉ.વ.80), પત્ની આરતીબેન (ઉ.વ.40), પુત્રી કુમકુમબેન (ઉ.વ.10), હેમંત (ઉ.વ.5)એ ઝેરી દવા પીને ગત તા.1ના રોજ આર્થિક સંકડામણથી સામુહિક આપઘાત કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. જેથી જામનગર દશાશ્રીમાળી સુખડીયા જૈન વણિક સમાજ દ્વારા ગ્રેઇન માર્કેટ ખાતેથી મૌન રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar
with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar

તેમાં એવું જણાવ્યું હતું કે, આ પરિવારે કરેલ આપઘાતમાં લોક મુખે એવું ચર્ચાય રહ્યું છે કે, બેંકની લોન લીધેલ છે. તદ્ઉપરાંત અમુક વ્યકિતઓ પાસેથી વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી આ પગલુ છે. જેથી આ અંગેની તટસ્થ તપાસ કરાવીને જે જે આસામીઓ દ્વારા ધાક-ધમકી આપી હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મૃતક પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar
with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar

 

with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar
with-the-demand-of-justice-rallies-of-non-tribal-communities-in-jamnagar

Related posts

હાર્દિક 12મીએ કોંગ્રેસનો ‘હાથ’ પકડે તેવી શક્યતા

Nawanagar Time

સાડા દસ હજારની રોકડ કબજે: ભીમવાસના ઢાળિયા પાસે ચક્કર-મઢમ કરતાં બે ઝડપાયા

Nawanagar Time

ટેકાના ભાવે ચણાની ખરીદીના કેન્દ્રો બંધ કરાતા ખેડૂતોમાં દેકારો

Nawanagar Time

Leave a Comment