Nawanagar Time
ગુજરાત ટેક્નોલૉજી

ભાટીયા વિસ્તારમાં BSNL ઇજગકની કામગીરીથી ગ્રામજનો ત્રાહીમામ

with-the-operation-of-bsnl-majikah-in-bhatia-area-the-villagers-have-tripled

ખખળધજ સર્વીસથી કંટાળીને લોકો પ્રાઈવેટ સેવાઓનો આશરો લે છે

ભાટીયા:-ભાટીયા તથા કલ્યાણપુર વિસ્તારમા બીએસએનએલ ની કાગીરીથી લોકો ત્રાહીમામ  ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તારમા ભાટીયા ટેલીફોન એકસચેન્જ ખાતેથી સેવાઓ આપવામા આવતી હોય છે પરંતુ સ્થાનીક કચેરીની અવ્યવસ્થાને લીધે સમગ્ર પંથકમા વારંવાર બીએસએનએલ સેવાઓ બંધ થઈ જતી જોવા મળે છે.કોઈ પણ ગ્રાહકને મહીનામા ચારથી પાચં તો મોટી તકલીફો ઉભી થાય  જ છે.અને કચેરીને ફરીયાદ કરવાનો લેનલાઈન  ઉપાડવામા જ આવતો નથી.અને જો રખેને એક કે બે દિવસમા આપનો ફોન ફરીયાદ માટે ઉપડી જાય તો પણ કમ્પલેન રજીસ્ટર્ડ થયા પછી પાછી સેવાઓ ચાલુ થવાને ખુબ જ સમય લાગી જતો હોય છે.

બીએસએનએલ ની ઈન્ટરનેટ બ્રોડબેન્ડ સેવાઓ માટે ખુબ જાણીતી છે પરંતુ ભાટીયા વિસ્તારમા બ્રોડબેન્ડ તદદન ગોકળ ગાય  ગતીથી ચાલે છે.આ વિસ્તારમાથી ઈન્ટરનેટ સેવાઓનો લાભ લેતા ગ્રાહકો આ સર્વીસથી ત્રાહીમામ થઈ ગયા છે.એટલુ જ નહી બીલ ભરવા માટે ઓફીસ તરફથી એક માત્ર મંગળવાર ફાળવવામા આવ્યો છે જો તે દિવસે બીલ ન ભરાય તો પાછા બીજા મંગળ વારે જ બીલ ભરી શકાય છે.અને તે દિવસે પણ સાહેબોના સમયે  પહોચવુ પડે તો જ તમે તમારૂ લેન્ડલાઈન બીલ પેઈડ કરી શકો.

વારં વારના ઓફીસના આ અનેક પ્રોબ્લેમોથી કંટાળીને લોકો આ વિસ્તારમા મળતી પ્રાઈવેટ સેવાઓ તરફ ફંટાઈ રહયા છે.અહી બીએસએનએલની કામગીરી ગ્રાહકોને જરૂર હોય તો કરી અમારે શુ એવી તુમાખી ભરી છે.કરોડોના સરકારી ખર્ચે તૈયાર થયેલ બીએસએનએલ એકસચેજં મા ખુલલી  વાડી ચાલી રહી છે જેની ઉચ્ચ અધીકારીઓએ તપાસ કરી સેવાઓ નીયમીત બનાવવી જોઈએ.

Related posts

1લી ફેબ્રુ.થી ડીટીએચ-કેબલ ઓપરેટરોની મનમાની બંધ

Nawanagar Time

અંતે જી.જી. હોસ્પિટલમાં હાડકાના ઓપરેશનમાં ગરીબ દર્દીઓને સહાયનો તંત્રનો નિર્ણય

Nawanagar Time

જામનગરમાં બિન સચિવાલયની પરીક્ષા પાછળ થયો હતો 8 લાખનો ખર્ચ

Nawanagar Time

Leave a Comment