Nawanagar Time
ટેક્નોલૉજી

Xiaomiના આ નવા સ્માર્ટફોને સાથે મળશે 1વર્ષ સુધી દર મહિને ફ્રી ડેટા,જાણો કેટલા GB મળશે ડેટા…

with-these-new-smartphones-xiaomi-will-get-free-data-every-month-for-1-year-know-how-many-gb-will-get-data

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની પોતાનો નવો સ્માર્ટફોન 24 ડિસેમ્બરના રોજ લૉન્ચ કરવા જઇ રહી છે લૉન્ચ પહેલાં જ કંપનીએ ઘોષણા કરી છે કે આ ફોન સાથે યુઝર્સને દર મહિને 10 જીબી હાઇસ્પીડ ડેટા ફ્રી આપવામાં આવશે.

  • જી હા, એક અહેવાલ અનુસાર શાઓમી Mi Playને અનલિમિટેડ ડેટા પ્લાન સાથે લૉન્ચ કરવામાં આવશે, જે અંતર્ગત દર મહિને શરૂઆતમાં 10 જીબી ડેટાની ફુલ સ્પીડ આપવામાં આવશે. પરંતુ કેટલાંક રિપોર્ટ્સ અનુસાર ફોનમાં જ એક એવી એપ આપવામાં આવશે જેના દ્વારા યુઝર્સ ફ્રી ઇન્ટરનેટ ક્લેઇમ કરી શકશે.
  • શાઓમી નામ પરથી જ ખ્યાલ આવે છે કે કંપની તેને ગેમિંગ સ્માર્ટફોન તરીકે લૉન્ચ કરી શકે છે. તાજેતરમાં જ તેના કેટલાંક ટીઝર લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. ટીઝર્સ પરથી જ પુષ્ટિ થાય છે કે ફોનને ગ્રેડિયંટ ફિનિશ સાથે બ્લૂ કલરમાં લૉન્ચ કરવામાં આવશે. તેમાં એક વૉટરડ્રોપ નૉચ હશે. હેન્ડસેટમાં રિયર પર વર્ટિકલ ડિઝાઇન વાળો ડ્યુઅલ કેમેરા સેટઅપ અને ફ્લેશ જોઇ શકાય છે. મી પ્લેમાં રિયર પર ફિંગરપ્રિન્ટ સેંસર પણ છે.
  • ફોનમાં 5.84 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવશે. સાથે જ 3GB રેમ તથા 32GB ઇન્ટરનલ સ્ટોરેજ તથા 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. તેવામાં ફોનને પાવર આપવા માટે 2900mAhની બેટરી પણ હશે.

Related posts

Huawei P30 Liteનું ભારતમાં વેચાણ શરૂ, કંપનીએ આ મહિને બે ફોન લોન્ચ કર્યા હતા

Nawanagar Time

Jio કંપની ન્યૂ યરની ઓફરમાં આપી રહ્યું છે 100% કેશબેક બધા Jio યૂઝર્સને,જાણો કઈ રીતે…

Nawanagar Time

ફેસબુક એમેઝોન પર નકલી 5 સ્ટાર રેટિંગ આપી રહ્યો છે ,સામે આવ્યું આ ફેસબુકના કર્મચારીનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment