Nawanagar Time
ગુજરાત જામનગર

બ્રાસપાર્ટના બે વેપારીઓ સાથે રૂા. 8.24 લાખની છેતરપીંડી

with-two-brokers-from-brasport-8-24-lakh-fraud

પાટણના શખસે બ્રાસનો તૈયાર માલ મંગાવી પેમેન્ટ ન ચુકવ્યું : પંચ કોશી બી ડીવીજનમાં ફરિયાદ

જામનગર:-જામનગરમાં દરેડ જીઆઈડીસી ફેસ ટુમાં આવેલ બે કારખાનેદારો પાસેથી બ્રાસપાર્ટ્સ ખરીદી પાટણના સખ્સે પેમેન્ટ નહિ ચૂકવી છેતરપીંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પાટણ વેપારીએ બંને કારખાનેદારો પાસેથી રૂપિયા 8.24 લાખનો માલ મંગાવી છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારના બ્રાસના કારખાનેદારો સાથે રાજ્ય અને રાજ્ય બહારના અનેક સખ્સોએ માલ ખરીદી લાખો રૂપિયાનું પેમેન્ટ ન ચુકવ્યું હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે ત્યાં આ જ રીતે આચરવામાં  આવેલ છેતરપીંડીની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં દરેડ ફેસ-2 રેસીડન્ટ એરીયા પ્લોટ નં. એચ/37 માં ભોલેનાથ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા રમેશભાઇ અરજણભાઇ દોંગા નામના કારખાનેદાર અને કલ્પેશ પ્રાગડા નામના ધંધાર્થી પાસેથી વર્ષ 2018માં જુલાઈ માસના ગાળામાં પાટણની પટેલ માર્કેટિંગ કુ. પેઢીના જેન્તી વલ્લભ દેત્રોજાએ સમયાંતરે બ્રાસનો માલ મંગાવ્યો હતો. જેને લઈને ઘણો સમય થઇ જતા પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું.   પાટણના જેન્તી વલ્લભ દેત્રોજા નામના સખ્સે બને વેપારીઓ પાસેથી  એસ.એસ. હાર્ડવેરનો જુદી-જુદી આઇટમો કુલ વજન 1346 કીલો કી.રૂ. 3,03,611 તથા કલ્પેશભાઇ પ્રાગડારનો બ્રાસ સેનેટરીનો  જુદી-જુદી આઇટમો નો માલ  કુલ વજન 925.700 કીલોનો કુલ કી.રૂ. 5,20,752નો મળી કુલ રૂ. 8,24,363નો મુદામાલ મંગાવી આજદીન સુધી પૈસાની ચુકવણી નહી કરી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે વેપારીએ આરોપી સામે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

હાલારના સ્પોર્ટસ સ્કૂલના આઠ ટ્રેનર, કોચની હકાલપટ્ટી

Nawanagar Time

સસ્તી લકઝુરિયસ કારના ફ્રોડસ્ટરો ભૂગર્ભમાં

Nawanagar Time

રચનાબેનનો સપાટો, સ્ટેન્ડિંગમાં અધિકારીઓને નો એન્ટ્રી!

Nawanagar Time

Leave a Comment