Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં પીવાના પાણી પ્રશ્ર્ને મહિલાઓ રણચંડી બની

women-become-drinking-amidst-drinking-water-in-dwarka

દ્વારકા પાલિકા કચેરીએ પહોંચી હંગામો: તાત્કાલિક પ્રશ્ર્ન ઉકેલવા રોષભેર રજૂઆત

દ્વારકા:-દ્વારકા વોર્ડ નં. 6માં આવેલ સોનગરા શેરીમાં પીવાના પાણીની પાઇપ લાઇન જર્જરિત હોવાથી ઘણા ઘરોમાં પીવાનું પાણી પહોંચતું નથી. જયારે સ્થાનિક રહીસો દ્વારા જર્જરિત પાઇપ લાઇન રિપેરિંગ કરવા માટે પાલિકામાં રજુઆત કરવા છતા ઉકેલ ન આવતા રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચીને કચેરીમાં હંગામો મચાવી તાત્કાલીક રિપેરિંગ  પીવાનું પાણી પુરવાર પાડવા રાષભેર રજુઆત કરવામાં આવી હતી.

દ્વારકા વોર્ડ નં.6માં આવેલા સોનગરા શેરીમાં પીવાના પાણીની પાઇપ લાઇન 1500 મીટર જેટલી નાંખેલી છે. આ વિસ્તારમાં 75 જેટલા નળ કનેકશન આવેલા છે. પરંતુ છેલ્લા કેટલા દિવસોથી પાણીની પાઇપ લાઇન જર્જરિત હોવાથી અમુક ઘરોમાં પાણી પહોંચતું નથી. તેમજ પાણી છોડવામાં  છે તો જર્જરિત પાઇપ લાઇનના કારણે પાણી જમીનમાં જતું રહે છે. જેથી દ્વારકાના સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે.

દ્વારકા નગરપાલિકામાં આ પાઇપ લાઇન રિપેરિંગ કરવા માટે રજુઆત કરવા છતા સમસ્યા હલ ન થતા મહિલાઓ રોષભેર રજુઆતો કરવા પાલિકા કચેરીએ દોડી ગય હતી. અને તાત્કાલીક ઉકેલ લાવવા  રજુઆત કરી હતી.

દ્વારકામાં પાઈપલાઈન રીપેરીંગ કરવા પ્રશ્ર્ને અવારનવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા પાલિકાના સત્તાધિશોએ મહિલાઓનું ઉગ્ર સ્વરૂપ જોયું હતું. મહિલાઓએ કચેરીએ પહોંચી જવાબદારોને ઉગ્ર રજૂઆત કરી હતી અને તાત્કાલિક પ્રશ્ર્ન ઉકેલવાની તાકીદ કરી હતી.

Related posts

ભાણવડમાં સુરખાબ પતંગદોરામાં કપાયું

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં વધુ એક ખનીજ ચોરી કૌભાંડ ઝડપાયું

Nawanagar Time

જામનગરમાં બિન સચિવાલયની પરીક્ષા પાછળ થયો હતો 8 લાખનો ખર્ચ

Nawanagar Time

Leave a Comment