Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

હાલારમાં મહિલાઓ આર્થિક સ્તરે પગભર નથી: શેતલ શેઠ

women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth

જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડના મેનેજીંગ ડિરેકટર શેતલ શેઠ ‘નવાનગર ટાઈમ’ની મુલાકાતે

જામનગર:-હાલારમાં મહિલાઓ સુરક્ષિત તો છે, પરંતુ આર્થિક સ્તરે પગભર નથી તેવું જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડના મેનેજીંગ ડીરેકટર શેતલબેન શેઠે ‘નવાનગર ટાઈમ’ સાથેની શુભેચ્છા મુલાકાત દરમ્યાન કહ્યું હતું. તેમણે આ મુલાકાત દરમ્યાન મહિલાઓની આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિતિ અંગે મહત્વની વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું  જામનગરમાં બેન્કીંગ ક્ષેત્ર સાથે મહિલાઓનું જોડાણ ખૂબજ ઓછા પ્રમાણમાં છે, મોટાભાગની મહિલાઓના બેંક ખાતા નથી. આર્થિક વ્યવહારો સામાન્ય રીતે પુરૂષોના હાથમાં જ રહેતા હોવાથી મહિલાઓ બેન્કીંગ વ્યવહારમાં ભાગ ઓછો ભજવે છે. બીજી તરફ ધંધા વ્યવસાયમાંં મહિલાઓ અનઓર્ગેનાઇઝ હોવાના કારણે પૂરતું વળતર પણ મળતું નથી. ઘણા જગ્યાએ આર્થિક શોષણ થતું  પણ ફલિત થાય છે.

મહિલાઓ વધુને વધુ બેંક ખાતા ચલાવે તે માટે જનજાગૃતિ જરૂરી હોવાનો મત શેતલબેન શેઠે વ્યક્ત કર્યો હતો. બેંકોમાં હાલના વહીવટ અંગે તેમણે કહ્યું હતું કે, સરકારી યોજનાઓમાં જાહેર બેંકોના સ્થાને સહકારી બેંકોને સાંકળવી જરૂરી છે. જાહેર બેંકો સરકારી યોજનાઓ ઉપર પૂરતું ધ્યાન આપતી નથી. જ્યારે  બેંકો પાસે આ મામલે વિશાળ તક રહેલી છે.

women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth
women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth
women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth
women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth

વર્તમાન સમયમાં મહિલાઓને વેપાર, વાણિજ્ય ક્ષેત્રે વધુને વધુ વળતર મળે તે માટે વિમેન્સ કો. ઓપરેટીવ ફેડરેશનની રચના કરવાની ઈચ્છા પણ તેમણે વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વિમેન્સ કો. ઓપ. ફેડરેશનનની રચના કરવા જઈ રહ્યા છીએ જેમાં અલગ  ક્ષેત્રની મહિલાઓના વ્યવસાયલક્ષી જૂથ બનાવી મંડળીની રચના કરવામાં આવશે. આ ફેડરેશન મહિલાઓ સંચાલિત વેપાર, ઉદ્યોગના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. શાકભાજી વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી  મહિલાઓ માટે યાર્ડમાં અલગથી જગ્યાની માગણી કરવામાં આવશે. મહિલાઓના વેપાર-ધંધાને ઓર્ગેનાઈઝ કરવાનો પ્રયત્ન થશે. ઉપરાંત દર ત્રણ મહિને થતા નવા નવા રીનોવેશન અંગે પણ  સમજાવવામાં આવશે.

women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth
women-in-hailar-do-not-have-the-financial-level-sheetal-sheth

રાજકીય જીવનમાં મહિલાઓના પ્રભુત્વ મામલે તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં રીવાબાની એન્ટ્રીથી મહિલા શક્તિનો વધારો થશે. ઉપરાંત સાંસદ પૂનમબેન માડમને જરૂર હશે ત્યારે અમારા તરફથી ટેકો મળશે તેમણે કહ્યું હતું કે, હાલ સ્થાનિક સ્તરે મહિલાઓ રાજકારણમાં એક્ટિવ થઈ રહી છે.

Related posts

કોરોના જાગૃતિ માટે કડિયા બજારમાં અનોખો પ્રયોગ

Nawanagar Time

જામનગર જિલ્લામાં કોરોનાની તડાફડી: 48 કલાકમાં 7 દર્દીના મોત

Nawanagar Time

ચકલી બચાવો અભિયાન હેઠળ ઓપન ગુજરાત તસ્વીર સ્પર્ધા

Nawanagar Time

Leave a Comment